Morbiતા.૧૮
હમીરપર ગામે ખેતરમાં લીંબડાની ડાળીએ દોરડાથી ગળેફાંસો ખાઈ ૫૩ વર્ષીય આધેડે આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી (ઉ.વ.૫૩) નામના આધેડ ગત તા. ૧૭ ના રોજ હમીરપર ગામની વાડીએ બપોરના સુમારે લીંબડાની ડાળીએ દોરડાથી લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે