Morbi,તા.01
ટંકારા તાલુકાના સજનપર ગામે ૭૧ વર્ષીય વૃદ્ધાને ત્રણ ઇસમોએ ધક્કો મારી જમીન પર પછાડી દઈને માર મારી ધમકી આપી હતી તેમજ ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
સજનપર ગામે રહેતા રુક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરાએ આરોપીઓ હરજીભાઈ લીંબાભાઈ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા રહે ત્રણેય સજનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને ગામમાં રહેતા હરજીભાઈ લીંબાભાઈ સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી ફરિયાદી રુક્ષ્મણીબેન તેની વહુ સાથે રામજી મંદિરેથી ઘરે જતા હતા ત્યારે આરોપીઓ ગાળો બોલતા હતા જેથી ગાળો નહિ બોલવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા જેમાં આરોપી હરજીભાઈએ ધક્કો મારી રુક્ષ્મણીબેનને જમીન પર પછાડી દીદાહ હતા અને એક લાત મારી મારી નાખવાની ધમકી આપી તેમજ અન્ય આરોપીઓએ ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે