ગુજરાતમાં સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે
New Delhi,તા.૨
ગુજરાતમાં સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય આરોપી સેધાજી જેસંગજી ઠાકોર મહેસાણા પોલીસે ઝડપી પાડ્યો છે. સેધાજી જેસંગજી ઠાકોર વડનગર અને વિસનગર વિસ્તારના ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય આરોપી છે.આરોપી સેધાજી જેસંગજી ઠાકોર અમદાવાદની દ્ભડ્ઢ હોસ્પિટલમાં પથરીની સારવાર માટે પહોચ્યો હતો. મહેસાણા ન્ઝ્રમ્ પોલીસને બાતમી મળતા દ્ભડ્ઢ હોસ્પિટલમાંથી સેધાજી જેસંગજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. આરોપી સેધાજી ઠાકોર ડબ્બા વિરૂદ્ધ ટ્રેડિંગના હાલમાં ૫થી વધુ ગુના નોંધાયેલા છે અને ખૂન, લૂંટ, ધાડના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે.આરોપી સેંધાજી ઠાકોર ૨૦૧૭થી ૨૦૨૦ સુધી મુખ્ય ભેજાબાજ હિમાંશુ ઉર્ફે પીન્ટુ ભાવસારના ત્યાં દલાલ સ્ટોકમાં કોલર હતો. કોલરમાંથી પોતે જ રાજ્ય અને આંતર રાજ્યમાં નવું ગ્રુપ બનાવી દીધું હતું. પોતાનું નવું ગ્રુપ બનાવી નવા કોલર બનાવી પોતે મેનેજર બની ડબ્બા ટ્રેડિંગ કરતો હતો. લોકોને કેવી રીતે ડબ્બા ટ્રેડિંગમાં ફસાવવા એની પણ કોલરને ટ્રેનિંગ આપતો હતો. માર્કેટ પ્લસ એપમાં શેરબજારની વધઘટ જોઈ લોકો સાથે છેતરપિંડી કરતા હતા. સેંધાજી ઠાકોર અસંખ્ય લોકો સાથે ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી સેંધાજી ઠાકોરને ૧૨ દિવસના રિમાન્ડ પર સોંપાયો છે. એલસીબી પોલીસે આરોપીને પકડી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

