New Delhi, તા.27
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિધન પર આજે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી ડો. સિંહના નિવાસે પહોંચ્યા હતા અને તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.
લગભગ ત્રણ દસકાથી વધુ સમયથી ડો. મનમોહનસિંહ ગાંધી કુટુંબ વચ્ચે અત્યંત નજીકનો સંબંધ રહ્યો છે અને 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારના તેઓ વડાપ્રધાન રહ્યા હતા.
તે સમયે સોનિયા ગાંધી યુપીએને ચેરપર્સન તેમજ કોંગ્રેસ પ્રમુખ હતા. તેઓએ ડો. મનમોહનસિંહને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યા હતા અને આમ સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહ અત્યંત નજીક હતા.
આજે ગાંધી કુટુંબના ત્રણેય સભ્યો એક સાથે મનમોહનસિંહના નિવાસે પહોંચીને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ પરિવાર સાથે લાંબો સમય વિતાવ્યો હતો.