તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાવનાઓને સંતુલન રાખવાની બાબત લાઇફમાં મોડેથી ઊભી થતી માનસિક આરોગ્યની સમસ્યાઓને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. સાઈકોલોજી એન્ડ સોસિયલ બિહેવીયરના પ્રોફેસર સુશાંત ચાલ્સનું કહેવું છે કે તેઓ ઘણા લોકોને આવરી લઈને કરવામાં આવેલા તેમના અભ્યાસ બાદ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. બે રાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આંકડા પણ મેળવવામાં આવ્યા હતા. સંશોધકોએ શોધી કાઢ્યું કે નકારાક્તમક વિચારધારા ધરાવતા લોકોની સ્થિતિ વધારે નિરાશાજનક રહી હતી. ભાવનાશીલ સંતુલન જાળવવાની બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજના ટેન્શનથી લાંબાગાળે માનસિક આરોગ્યને નુકસાન થાય છે જેથી લાંબાગાળાના અને દરરોજના ટેન્શનને દૂર રાખવાની સલાહ અભ્યાસના ભાગરૂપે અપાઈ છે. જો કે દરરોજના જુદા જુદા ટેન્શનો અને માનસિક ટકલીફોને દૂર કરવી સરળ નથી. અભ્યાસના ભાગરૂપે ભાવનાઓને નુકસાન કરતા મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. મધ્યમ વયના ૭૧૧ પુરુષો અને મહિલાઓને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં ભાગ લેનાર ટીમનું કહેવું છે કે માનસિક આરોગ્યની સમસ્યા દરેક વયમાં અસર કરે છે. અભ્યાસના તારણો સાઈકોલોજીકલ સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
Trending
- બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
- છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
- R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
- Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
- Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
- Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
- ૨૧ વર્ષીય બેટ્સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
- 30 ઓગસ્ટ નું રાશિફળ