Ahmedabad,તા.30
ઓફિસ તથા ઘરમાં ચોરી સામે લેવાતા વિમાના કલેમ સંબંધીત એક મહત્વના ચુકાદામાં ગ્રાહક અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે પોલીસ ધારકે ઘરમાં નાણા સલામત લોકરમાં રાખ્યા હતા નહી તેમ કહીને વિમા કંપની કલેમ નકારી શકે નહી.
નેશનલ ઈુસ્યુરન્સ કાું.ને અમદાવાદ સ્થિત એક ક્રિએટીવ પ્રિન્ટર્સ લી. રૂા.2 લાખનો કલેમ ચુકવવા અને રૂા.20000 કાનુની ખર્ચ તથા માનસિક હેરાનગતી બદલ રૂા.20000નું વધારાનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો.
ગુજરાત સ્ટેટ કન્ઝયુમર્સ રીડ્રેસલ કમીશન દ્વારા અપાયેલા આ ચુકાદામાં વિમા કંપનીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું. રોકડ રકમ સલામત લોકરમાં રાખી ન હતી તે મુદા પર કલેમ રદ થઈ શકે નહી. વિમા પોલીસી લેતા સમયે વિમા કંપની જાણતી હતી કે ગ્રાહક પાસે એક ડિપોઝીટ વોલ્ટ નથી.
આ કેસમાં પોલીસી ધારક કંપનીની ઓફિસના તાળા તોડીને મોટી રકમની ચોરી થઈ હતી પણ વિમા કંપનીએ કલેમ નકારતા એવું કારણ આપ્યું કે આટલી મોટી રકમ ટેબલના ડ્રોવરમાં એક એલ્યુમીનીયમ પેટીમાં રાખવાની ભુલ પોલીસી હોલ્ડરે કરી છે. તે વાસ્તવમાં લોકર સુવિધાઓ રાખવી જોઈએ.
આ સામે પોલીસી હોલ્ડર એ ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કર્યા હતા. જેમાં ન્યાયમૂર્તિ આર.એન.મહેતા અને પી.આર.શાહએ જણાવ્યું કે પોલીસી હોલ્ડરે લોકર બોકસમાં રકમ રાખી હતી અને તે બોકસ લોક કરેલા ડ્રોઅરમાં રાખી હતી. તેની બેદરકારી કહી શકાય નહી એ સામાન્ય સમાજની વાત છે કે દરેક આવા સ્ટ્રોંગરૂમ કે તેવી સુવિધા રાખી શકે નહી.