તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દાંત સાથે સંબંધિત રોગોના કારણે વિશ્વમાં દર વર્ષે ૪૪૨ અજબ ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. દાંતના રોગના કારણે વિશ્વના દેશોના મોટા ભાગના લોકો હેરાન પરેશાન રહે છે. જર્મનીમાં કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે મોના રોગ અથવા તો દાંત સાથે સંબંધિત રોગો પર વિશ્વમાં રહેતા લોકો જંગી રકમ ખર્ચ કરે છે. જર્મનીમાં હેડલબર્ગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કેટલીક નવી વિગતો સપાટી પર આવી છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે સરેરાશ પરિવાર ના લોકો પર દાંતના રોગ પર રકમ ખર્ચ કરે છે. વૈશ્વિક સ્તર પર તેની જંગી રકમ ખર્ચ થાય છે. દાંત સાથે સંબંધિત નવી નવી તકલીફ હોઇ શકે છે. બીજી બાજુ દાંતની સારવાર પર ખર્ચ સતત વધી રહ્યો છે. આના કારણે પણ લોકો પરેશાન થયેલા છે. સ્ટીફન લિસ્ટલના નેતૃત્વમાં આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાંતના રોગના કારણે કામ પર પણ માઠી અસર થાય છે. કારણ કે કોઇ પણ બિમારીમાં લોકોને સારવાર વેળા નોકરીમાંથી રજા લેવાની ફરજ પડે છે. આની સીધી અસર પણ થાય છે. દાંતના રોગના સંબંધમાં નિષ્ણાંત તબીબો કહે છે કે જો નિયમિતરીતે કાળજી લેવામાં આવે તો તેના કારણે બચાવ થઇ શકે છે. વિશ્વમાં રહેતા લોકો પૈકી દર બીજી વ્યક્તિ દાંતના રોગથી પરેશાન છે.
Trending
- ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?
- ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું
- વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા
- તંત્રી લેખ…પાકિસ્તાને ચેતવણી,આતંકવાદી નેટવર્ક્સને ભંડોળ પૂરું પાડવા પર કડક કાર્યવાહી
- 28 ઓક્ટોબર નું પંચાંગ
- 28 ઓક્ટોબર નું રાશિફળ
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

