Rajkot,તા.13
યુનિક વિકલાંગ ચેરીટેબલ દ્વારા ગઇકાલ તા.12 ને રવિવારના રોજ નાગર બોર્ડિંગ ખાતે “દિવ્યાંગ મહાપતંગમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને નજીકના વિસ્તારના 200થી શારીરીક ક્ષતિગ્રસ્ત, દિવ્યાંગોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આવેલ તમામ દિવ્યાંગ ભાઇ- બહેનોને સવારે ચા- નાસ્તો, ચિકી, સંગીત, પતંગ-ફિરકી અને બપોરે ભોજન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડો. હેમાંગ વસાવડા, વિમલ પંખાણીયા, ડો. મિલન સોલંકી, કાનાબારસર,વિપુલભાઇ પરમાર ચિરાગભાઇ ધામેચા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.