Amreli,તા.06
લાઠીના ચાવંડ ખાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલ નુરી પેટ્રોલપંપના મેનેજરે માલિકની જાણ બહાર જ લાખો રૃપિયાના વહીવટ કરી અને નાણાં ચાવ કરી દિવ્યાંગ વેપારી સાથે રૃ.૪૯ લાખથી વધુની છેતરપીંડી આચરી હતી.આ અંગે લાઠી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલીના ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા રહીમભાઈ જમાલભાઈ રાધનપરા (ઉ.વ.૫૯) નામના વેપારીએ લાઠી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,ગુલામઅહેમદ દિલાવરભાઈ જાખરા નામના શખ્સે વેપારીના પેટ્રોલપંપમાં મેનેજર તરીકે નોકરી દરમિયાન તેમની જાણ બહાર જ નુરી પેટ્રોલપમ્પના નામે સહી વાળું ખોટું એફિડેવિટ તૈયાર કરી અને ખરા તરીકે ઉપયોગ કરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં આપી ઈડલર ફાઈનાન્સ સ્કીમ મેળવી એ પછી આઈસીઆઈસીઆઈ બેન્ક બાબરા ખાતે રજુ કરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં પરચેઝ ઓર્ડર કરી આશરે રૃ.૨૪,૦૦,૦૦૦નું પેટ્રોલ-ડીઝલ મેળવી લીધું હતું . તેમજ ચાવંડ મુકામે બેંકમાં રહેલ સી.સી ખાતાની રકમ રૃ.૪,૦૦,૦૦૦ મેળવી લીધી હતી . તે ઉપરાંત અમરેલી બજાજ ફાયનાન્સમાંથી રૃ.૧૬,૧૪,૦૦૫ની લોન લઈને અંગત ઉપયોગમાં લઈને અમુક હપ્તાઓ ભરી હાલ રૃ.૧૧,૬૩,૨૩૨ વ્યાજ સહિતની રકમ બાકી રાખી દીધા છે એ ઉપરાંત લાઠી ખાતે આઇઆઇએફએલ ફાયનાન્સમાં ખોટી સહિયો કરી અને ચેકમાં પણ ખોટી સહી કરી રૃ.૯,૫૦,૫૧૩ ની લોન લઈને તેના ખાતામાં નાખી અંગત ઉપયોગ કરી નાખ્યો હતો.
આમ દિવ્યાંગ વેપારી સાથે જાણ બહાર જ ગોટાળાઓ કરી આશરે રૃ.૪૯,૧૩,૭૪૫ ની રકમ અંગત ઉપયોગ માટે વાપરી છેતરપીંડી આચરી હતી.આ બનાવને લઈને વેપારીએ લાઠી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.