Rajkot,તા.17
નાસ્તો કરી પરત ધરમપુર જતી વેળાએ નડીયો અકસ્માત, લગ્ન પ્રસંગમાં શોક નું મોજુ ફેલાયું
રાજકોટ જામનગર ધોરી માર્ગ પર આવેલા ધ્રોલ નજીક લતીપુર ના લતીપુર ગોકુલપુર ગામ પાસે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર્ડ પલટી ખાય જતા પાંચ મિત્રો પૈકી ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ગવાયેલા બે મિત્રોને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ધરમપુર ગામે લગ્નના દાંડિયા રાસ પૂર્ણ કરી નાસ્તો કરી પરત ધરમપુર ખાતે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો આ બનાવતી લગ્ન પ્રસંગમાં માહોલ ફેલાયો છે. વધુ વિગત મુજબ મૂળ લતીપુર ગામનો વતની અને હાલ જામનગરના રણજીતસાગર ડેમ પાસે રહેતા હર્નીશ રાજેશભાઈ ચભાડીયા, રીસી મુકેશભાઈ સભાડીયા, જામનગરના શિવનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા, જામનગરના વિવેક દિનેશભાઈ પરમાર અને જામનગરના વિભાપર ગામનો જસ્મીન વિઠ્ઠલભાઈ કણસાગરા નામના પાંચ યુવાનો ધરમપુર ખાતે જઈ રહ્યા હતા ત્યારે લતીપુર ગોકુલપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે ચાલક કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ખવાતા પાંચે લોકોને સારવાર અર્થે ધ્રોલની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ધવાયેલા લતીપુર ગામનો રિસી મુકેશ ચભાડીયા, જામનગરના ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા અને વિવેક દિનેશભાઇ પરમાર નું મોત નીપજયુ હતું જ્યારે જસ્મીન વિઠ્ઠલભાઈ કણસાગરા અને હરનીશ રાજેન્દ્રભાઈ ચભાડીયાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ધ્રોલ પોલીસ મથકને થતા સ્ટાફ દોડી જાય ત્રણે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હરનીશ રાજેન્દ્રભાઈ ચભાડીયા ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફરિયાદી હરનીશ રાજેન્દ્રભાઈ ચભાડીયા ના પિતરાઈ ભાઈ ફેનીલ પ્રવીણભાઈ ચભાડીયા અને ભાર્ગવીબેન પ્રવીણભાઈ ચભાડીયા ના લગ્ન પ્રસંગ હોવાથી ઉપરોક્ત મિત્રો આવ્યા હતા. બાદ દાંડિયા રાસ નો પ્રસંગ પતાવી ધ્રોલ ખાતે આવેલી રુદ્ર હોટલ ખાતે નાસ્તો પાણી કરી પરત ધરમપુર ખાતે જઈ રહ્યા હતા ત્યારે કાર લતીપુર રોડ પર આવેલા ગોકુળપુર ગામ નજીક પહોંચી ત્યારે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માતમાં ત્રણના મોતન પગલે લગ્ન પ્રસંગમાં શોકનું મોજુ ફેલાયું છે.