Prabhaspatan,તા.26
સોમનાથમાં આજે નાતાલ ના પર્વ નિમિત્તે લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે અને સોમનાથ મંદિર વોક વે પથ, સમુદ્ર બીચ, રામમંદિર, ત્રિવેણી સંગમ, ભાલકાતીર્થ સહિત ના ધાર્મિક સ્થળો મા લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે નાતાલ ના લોકો શનિ રવિ ના રજાના દિવસે શરૂ થયેલ છે અને ડિસેમ્બર ના અંતિમ દિવસોમાં નોકરીયાત વર્ગ ને બચેલ રજા ના કારણે લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે અને મંદિર મા દર્શન માટે લોકો ની લાઈનો લાગી છે
સોમનાથ સમુદ્ર બીચ અને વોક વે પથ પર લોકો નો વધુ ધસારો જોવા મળી રહ્યો છે કડકડતી ઠંડીમાં લોકો સમુદ્ર નો આનંદ માણી રહ્યા છે લોકો ના ધસારા ને કારણે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસ તેમજ સોમનાથ મંદિર નજીક અનેક પ્રાયવેટ ગેસ્ટ હાઉસ આવેલ છે તેમાં પણ મોટાં ભાગનાં ગેસ્ટ હાઉસ મા બૂકિગ થય રહેલ છે