rajkot. તા.21
નાનામવા રોડ પર ડાયમંડ એક્સચેન્જ નામની આઈડી પર સટ્ટો રમતો ધવલ વઘાસીયા નામના ફંટરને દબોચી પીસીબીની ટીમે બુકીનું નામ ખોલાવવા પૂછતાછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા સ્ટાફ સાથે પેટ્રો લીંગમાં હતા ત્યારે ધવલ ધીરજ વધાસીયા નામનો શખ્સ નાનામવા રોડ ગાંધીનગર સોસાયટી શેરી નં.10 તરફ નો રોડ, અંગીકાર એપાર્ટમેન્ટ નિચે ઉભો ઉભો પોતાના મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ઓનલાઈન તીનપત્તીનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે,
તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી બાતમીના સ્થળે ઉભેલ શખ્સનું નામ પૂછતાં પોતાનુ નામ ધવલ ધીરજ વધાસીયા (ઉ.વ.35), (રહે. નાનામવા રોડ, ગાંધીનગર સોસાયટી શેરી નં. 10 તરફ જવાનો રસ્તો, અંગીકાર એપાર્ટમેન્ટ) જણાવ્યું હતું.
તેના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા મોબાઇલમાં ઉશફળજ્ઞક્ષમયડ્ઢભવ99.ભજ્ઞળ નામની આઈ.ડી. સ્ક્રીનમાં જોવામાં આવેલ અને તેમાં તે ઓનલાઈન તીનપત્તી ગેમમાં જુગાર રમી રૂ.1180 નો સોદો કરેલ હોવાનું જોવામાં આવેલ હતું. જેથી પીસીબીની ટીમે આરોપી ધવલની ધરપકડ કરી તેને આઈડી આપનાર બુકીનું નામ ખોલવા પૂછતાછ હાથ ધરી હતી.