New Delhi,તા.01
કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક માટે પોષ્ટઓફિસની નાની બચત યોજનાના દરો યથાવત રાખ્યા છે. આ સતત ચોથી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ગઈકાલે નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં પીપીએફ અને એનએસસી સહિત પોષ્ટઓફિસ તથા બેન્કો મારફત જે નાની બચત યોજના ઓફર થાય છે તેના વ્યાજ યથાવત રહેશે તેવુ જાહેર કર્યુ હતુ. સરકાર દર ત્રણ મહીને આ પ્રકારે વ્યાજ દરની સમીક્ષા કરે છે.
પીપીએફમાં 7.1% વ્યાજ મળે છે અને પોષ્ટઓફિસ સેવિંગ્સમાં 4%નો વ્યાજદર અમલી છે જયારે કિસાન વિકાસ પત્રમાં વ્યાજદર 7.5% છે જે 115 માસનો લોકઈન પીરીયડ ધરાવે છે. નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ પર 7.7% વ્યાજદર લાગુ છે જે તમામ માટે માર્ચ-31 સુધી યથાવત રહેશે.