રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૭૨૪ સામે ૭૭૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૮૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૬૫ સામે ૨૩૪૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૩૪૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૭૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારે મજબૂતી બતાવી હતી.રોકાણકારોની સંપતિનું મોટું ધોવાણ કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) હજુ સતત શેરોમાં મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બજારમાં મોટી તેજીનો સંચાર કરવામાં સમર્થ રહેશે કે એની વિશ્વાસની કટોકટીએ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી.યુ.કે.માં ફુગાવાનો આંક ઘટયા સામે ફરી વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ સાધારણ વધી આવ્યા હતા. આઈટી, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી જોવા મળી. વૈશ્વિક મોરચે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સની રિકવરી સાથે સાથે નાસ્દાકમાં ઉછાળો અને યુરોપમાં યુ.કે.નો ફુગાવો ઘટતાં યુરોપના બજારોમાં સતત મજબૂતી રહી હતી.
ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨%થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે. રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ ૬.૫૦% પર સ્થિર છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર, ૨૦૨૪ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં. રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૫.૪૮% હતો.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૮ અને વધનારની સંખ્યા ૨૭૭૮ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી લાઈફ ૮.૧૯%,એસબીઆઈ કાર્ડ્સ ૨.૭૩%,એસબીઆઈ લાઈફ ૨.૪૮%,ગોદરેજ પ્રોપટી ૨.૧૮%,હવેલ્લ્સ ૨.૧૪%,અદાણી એન્ટર.૨.૦૩%,ટાટા કોમ્યુનિકેશન ૧.૭૭%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૬૪%,ભારતી ઐરટેલ ૧.૪૨%,ગ્રાસીમ ૧.૩૧%,રિલાયન્સ ૧.૨૮%,એસીસી ૧.૨૩% વધ્યા હતા, જયારે ઓબેરોઈ રીયાલીટી ૨.૨૭%,એચસીએલ ટેકનોલોજી ૧.૬૦%,ઈન્ફોસીસ ૧.૪૮%,લ્યુપીન ૧.૪૫%,ટીસીએસ ૧.૦૮%,ગ્લેનમાર્ક ફાર્મા ૦.૮૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિક્રમી તેજી ભારતીય શેર બજારોમાં જાણે કે હવે ઈતિહાસ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરોમાં સાર્વત્રિક તેજીનું અવિરત તોફાન જોવાઈ બેફામ વધી ગયેલા શેરોના ભાવો તેના વાસ્તવિક લેવલ તરફ ધસતાં જોવાઈ રહ્યા છે. રોજ બરોજ નવા વિક્રમી ઊંચા શિખરો સર્જનારા સેન્સેક્સ, નિફટી હવે તળીયાની શોધમાં નીકળ્યા હોય એમ મહત્વના સપોર્ટ લેવલ ગુમાવી રહ્યા છે.નફો બુક કરવાનું ચૂકી ગયેલા અનેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોમાં નેગેટીવ વળતર દેખાવા લાગતાં ફફડાટ સાથે નિરાશા છવાઈ છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળવાની તૈયારીમાં છે, ત્યારે તેમની નીતિ વિશ્વને ક્યા નવા સંકટમાં મૂકશે એ બાબતે પણ બજારનો વર્ગ ચિંતિત હોઈ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યો છે.
ઘર આંગણે હવે ફેબુ્રઆરીમાં કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોઈ નવા લેણમાં ઈન્વેસ્ટરો સાવચેત રહેવાની શકયતા છે. આરબીઆઈ અને વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી ૬.૪% કરવામાં આવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો ગ્રોથ મંદ પડવાની સંભાવના વધી છે. ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં મોંઘવારી વધવાની ભીતિ પણ વધી છે. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓના કારણે ફેડ રેટ કટની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વધુમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. એફઆઈઆઈ નેટ વેચવાલ રહ્યા છે.
તા.૧૭.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૬.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૩૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૭૩ પોઈન્ટ થી ૨૩૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૬.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૪૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૮૭૮ પોઈન્ટ પ્રથમ અને ૫૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૩૭૩ પોઈન્ટ થી ૪૯૨૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગોદરેજ પ્રોપર્ટી ( ૨૩૭૩ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૮૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૯૪ થી રૂ.૨૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૭૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૨૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૯૩ થી રૂ.૧૮૦૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૮૭ ) :- રૂ.૧૬૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૪૪ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૦૩ થી રૂ.૧૭૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૬૪ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૩ થી રૂ.૧૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સિપ્લા લિ. ( ૧૪૪૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૦૮ સ્ટોપલોસ આસપાસ ફાર્મા સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લ્યુપિન લિ. ( ૨૧૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૪૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૮૮ થી રૂ.૨૦૭૩ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૭૭૯ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૬૪ થી રૂ.૧૭૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૫૧૪ ) :- લાઈફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૭૭ ) :- રૂ.૧૨૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.