Rajkot તા.૧૬
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન શર્મા ( ૨૦૦૮) એ ૧૪ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી આયોજિત પડકારજનક જેસલમેર અલ્ટ્રા મેરેથોન ૨૦૨૪ માં ભાગ લીધો. તેમણે પડકારજનક ૧૬૦ કિલોમીટરની રેસમાં ભાગ લીધો અને તેને ૨૩ કલાકમાં પૂરી કરી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, શ્રી શર્માએ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ૧૬૦ કિમીની અલ્ટ્રા મેરેથોનને ૨૩ કલાકમાં સફળતાપૂર્વ પૂરી કરી. શ્રી શર્માએ આ ગ્રેટ અલ્ટ્રા મેરેથોન દોડને સફળતાપૂર્વક પૂરી કરનારા પહેલા ભારતીય રેલવે અધિકારી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
આનાથી પહેલાં શ્રી શર્માએ ૨૦૨૨ માં ૪૨ કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, ૨૦૨૩ માં ૭૨ કિલોમીટરની ખારદુંગ લા ચેલેન્જ અને ૪૨ કિલોમીટરની લદાખ ફુલ મેરેથોન, દક્ષિણ આફ્રિકામાં આયોજિત કૉમરેડ્સ મેરેથોન (૮૬ કિલોમીટર) અને આ વર્ષે લદાખમાં આયોજિત સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન સિવાય દેશભરમાં કેટલીય અન્ય અલ્ટ્રા અને અન્ય મેરેથોન તથા ટ્રાયથલૉનમાં પણ ભાગ લીધો છે. પશ્ચિમ રેલવે શ્રી શર્માને આ ઉલ્લેખનિય સિદ્ધિ માટે અભિનંદન આપે છે તથા આગામી દોડમાં તેમની સફળતાની શુભેચ્છાઓ આપે છે.