પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવા માટે સહમત છે, પરંતુ કેટલીક શરતો પણ મૂકી
New Delhi, તા.૩૦
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું આયોજન ક્યા અને કેવી રીત થશે તે અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને કારણે હજુ સુધી તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. આઈસીસીએ ૨૯ નવેમ્બરના રોજ એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ના આયોજન અંગે નિર્ણય લેવાનો હતો, પરંતુ આ બેઠક બીજા દિવસ સુધી સ્થગિત કરવામાં આવી. હવે અપડેટ આવી રહ્યા છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવા માટે સહમત છે, પરંતુ કેટલીક શરતો પણ મૂકી છે.
ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે, ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફીની હોસ્ટિંગ માટે હવે હાઇબ્રિડ મોડલ જ એકમાત્ર વિકલ્પ છે. જો ઁઝ્રમ્ આ માટે સહમત નહીં થાય તો તેની ટીમ બહાર થઈ જશે અને આ આઈસીસી ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં યોજવામાં આવશે.ICCએ ૨૯ નવેમ્બરના રોજ બોર્ડ મિટિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી.
મ્ઝ્રઝ્રૈંએ ભારત સરકારની નીતિને ટાંકીને પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ પછીICCએ ’હાઈબ્રિડ મોડલ’નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પાકિસ્તાન ક્રિકેટે હજુ સુધી સ્વીકાર્યો નથી. આ અંગે નિર્ણય લેવા માટેICCએ એક બેઠક પણ યોજી હતી, પરંતુ આ પછી પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભારતની સાથે અન્ય દેશોના બોર્ડ દ્વારા પણ પાકિસ્તાનમાં સુરક્ષાના કારણોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલ હેઠળ ન કરાવવા પર અડગ રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું વલણ થોડું નબળું પડ્યું છે. રિપોર્ટસનું માનીએ તો પાકિસ્તાન હવે હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે સંમત થયું છે, પરંતુ તેમણે કેટલીક શરતો પણ મૂકી છે.
૧. દુબઈમાં ભારતની મેચોઃ ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો જેમાં ગ્રુપ સ્ટેજ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ (જો ભારત ક્વોલિફાય કરે છે) સામેલ છે. આ બધા દુબઈમાં રમાશે, કારણ કે ભારત સરકારે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે.
૨. લાહોરમાં બેકઅપ હોસ્ટિંગઃ જો ભારત ગ્રુપ સ્ટેજમાંથી બહાર નીકળી જાય છે તો પાકિસ્તાને લાહોરમાં સેમિફાઇનલ અને ફાઇનલનું હોસ્ટિંગ કરવાનો અધિકાર સુરક્ષિત કરી લીધો છે.
૩.ICC ટુર્નામેન્ટ માટે ન્યૂટ્રલ વેન્યૂ :(PCB) એવી શરત પણ મૂકી છે કે જો ભારત ભવિષ્યમાં ૈંઝ્રઝ્ર ઇવેન્ટનું હોસ્ટિંગ કરે છે તો પાકિસ્તાનની મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે.