New Delhi, તા.21
પૂર્વ ક્રિકેટર રોબીન ઉથપ્પાની ગમે તે સમયે ધરપકડ થઇ શકે છે. ટીમ ઇન્ડિયા વતી રમી ચૂકેલા અને આઇપીએલમાં પણ પ્રતિનિધિત્વ કરી રહેલા ઉથપ્પા પ્રોવિડન્ટ ફંડના ફ્રોડાના કેસમાં ફસાયો છે અને તેના પર રૂા.23 લાખનો ગોટાળાનો આરોપ છે અને તેની પર પ્રોવિડન્ટ ફંડ કમિશનરએ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
પોલીસને તેની સામે ગંભીર રીતે અમલ કરવા જણાવ્યું છે. રોબિન ઉથપ્પા સેન્ચુરીઝ લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ પ્રા. લી. કંપનીનું સંચાલન કરતો હતો અને તેના કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપ્યા બાદ તે પ્રોવિડન્ટ ઓફિસમાં જમા કરાવ્યું ન હતું.
આ રીતે તેણે રુા.23 લાખનું કૌભાંડ કર્યું છે. પુલકેશનગર પોલીસ દ્વારા હવે આ ધરપકડ માટે તૈયારી કરી છે અગાઉ એક ધરપકડ વોરન્ટમાં ઉથપ્પાએ તેમનું ઘરનું સરનામુ બદલી નાખ્યું હોવાથી તે બજી શક્યું ન હતું પણ હવે પીએફ ઓફિસે ઉથપ્પાનું સાચુ સરનામુ મેળવી લીધું છે અને જો તે હાજર હશે તો તેની ધરપકડ કરવામાં આવશે.