Washington
રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને ખત્મ કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો વચ્ચે હવે યુક્રેન-રશિયા બન્ને દેશોના ઉર્જા મથકો પર હુમલા નહી કરે તેવી હાલ સમજુતી થઈ છે.
ગઈકાલે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન સાથે લગભગ 2 કલાકની વાતચીત બાદ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી સાથે પણ લંબાણભરી ટેલીફોન વાતચીત કરી હતી અને યુક્રેને પણ હવે રશિયન ઉર્જા મથકો આ પ્રકારે હુમલા નહી કરવા સંમત આપી છે.
જો કે બન્ને દેશો પુર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા નથી પણ હવે આગામી 30 દિવસમાં યુક્રેન-રશિયા વચ્ચે સાઉદી અરેબીયામાં મળનારી બેઠક પર નજર છે.
અમેરિકી સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું કે યુદ્ધનો અંત લાવવા ભણી અમો આગળ વધી રહ્યા છીએ તેનો સંતોષ છે પણ હજું સરહદો પર પૂર્ણ રીતે યુદ્ધ અટકયુ નથી.