Mumbai,તા.27
‘પુષ્પા’ના બંને ભાગના દિગ્દર્શક સુકુમારે સિનેમા છોડવાનો સંકેત આપતાં ચર્ચા છેડાઈ છે. જોકે, એક્ટર રામચરણે સુકુમાર મજાક મજાકમાં આ વાત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
સુકુમારની આ જાહેરાત વિશે અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે. ‘ પુષ્પા ટૂ’ના શૂટિંગ વખતે જ અલ્લુ અર્જુન અને સુુકુમાર વચ્ચેના મતભેદો બહાર આવ્યા હતા. તેના કારણે આ ફિલ્મના કેટલાય ભાગનું રીશૂટિંગ કરવું પડયુ હતું. તેના કારણે ફિલ્મની રીલિઝ પણ પાછળ ઠેલાઈ ગઈ હતી. જોકે, કેટલાકના મતે તાજેતરમાં ‘પુષ્પા ટૂ’ના પ્રિમિયર શોમાં ભાગદોડમાં મહિલાના મોત બાદ થયેલી કન્ટ્રોવર્સીના કારણે પણ સુકુમાર નારાજ છે.
‘ડલાસ’માં એક ઈવેન્ટમાં સુકુમારને તેઓ જિંદગીમાં શું છોડવા માગે છે તેવો સવાલ પૂછાયો હતો. સુકુમારે પોતે સિનેમા છોડવા ઈચ્છે છે તેવો જવાબ આપ્યો હતો.