પુત્રીએ પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો, દેશે અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી,રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી પણ હાજર રહ્યા
New Delhi,તા.૨૮
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે,તેમની પુત્રીએ તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો અને તેઓ પાંચ તત્વોમાં ભળી ગયા . હવે તે દરેક ભારતીયની યાદોમાં રહેશે. મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં પ્રમુખ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે સવારે ૮.૩૦ વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ મુખ્યાલય ૨૪ અકબર રોડથી નિગમબોધ ઘાટ સુધી શરૂ થઈ હતી. મૃતદેહ સાથે રાહુલ ગાંધી પણ મુખ્ય વાહનમાં બેઠેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો ’જ્યાં સુધી સૂરજ રહેશે ચંદ્ર રહેશે, મનમોહન તમારું નામ રહેશે’ અને ’મનમોહન સિંહ અમર રહેશે’ના નારા લગાવતા રહ્યા.
ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે લગભગ ૯ વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા.ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને રાખવામાં આવ્યા પછી, સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઘણા પક્ષના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. ડૉ. સિંહના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા. ગુરશરન કૌરે પણ તેમના પતિને ફૂલ અર્પણ કરીને વિદાય આપી હતી. રાહુલ ગાંધીએ મનમોહન સિંહના પરિવારને સાંત્વના આપી અને તેમની સાથે પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રવેશ કર્યો.
ભૂતપૂર્વ વડા પ્રધાનની અંતિમ ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહેલેથી જ કતારમાં હતા અને તેઓએ અશ્રુભીની આંખો સાથે ભારતીય રાજકારણના આ સૌમ્ય નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાષ્ટ્રગીત ગાઈને તેમને વિદાય આપી હતી.ત્યારબાદ તેમનો પાર્થિવદેહ દિલ્હીના નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો હતો અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ,ભાજપ પ્રમુખ નડ્ડા.રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધ ઘાટ પહોંચ્યા અને પૂર્વ પીએમના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે નેતાઓ અને પરિવારજનોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અને પરિવારના રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તેમને ગાર્ડ ઓનર પણ આપવામાં આવી હતી પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી પુત્રીએ અંતિમ સંસ્કાર કર્યા. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી. તમામ નેતાઓએ ચિતા પર પોત પોતાની લાકડી મૂકી. રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહના પાર્થિવ દેહની ચિતા પર લાકડી મૂકી. અંતિમ યાત્રા વખતે મનમોહન સિંહને તેમની મનગમતી બ્લ્યૂ પાઘડી પહેરાવવામાં આવી. મુખાગ્નિ આપતા પહેલા પંજાબી રીતિ રિવાજથી અરદાસ પઢવામાં આવી. અંતિમ યાત્રામાં દેશ વિદેશના ગણમાન્ય લોકો નિગમબોધ પર હાજર રહ્યા. રાહુલ ગાંધીએ અર્થીને ટેકો આપ્યો હતો.
પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને ૨૧ તોપોની સલામી આપવામાં આવી. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી. તમામ નેતાઓએ ચિતા પર પોત પોતાની લાકડી મૂકી. રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહના પાર્થિવ દેહની ચિતા પર લાકડી મૂકી. અંતિમ યાત્રા વખતે મનમોહન સિંહને તેમની મનગમતી બ્લ્યૂ પાઘડી પહેરાવવામાં આવી. મુખાગ્નિ આપતા પહેલા પંજાબી રીતિ રિવાજથી અરદાસ પઢવામાં આવી. અંતિમ યાત્રામાં દેશ વિદેશના ગણમાન્ય લોકો નિગમબોધ પર હાજર રહ્યા. રાહુલ ગાંધીએ અર્થીને ટેકો આપ્યો હતો. આ સાથે તે પાંચ તત્વોમાં કાયમ માટે ભળી ગયો.
આ દરમિયાન કેન્દ્ર સરકારે મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી પત્ર જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસ તેમના અંતિમ સંસ્કારના સ્થળે સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.