Surendranagar તા.૨૩
પૈસાની માગણી કરી ધમકી આપનારા ત્રણ શખ્સોની સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવી પાઠ ભણાવ્યો હતો. આ શખ્સોએ ખોળ અને કપાસિયાની દુકાન ચલાવતા વેપારી પુત્રને ધમકી આપી હતી. વેપારી પુત્રને રૂ. ૧૦ લાખની માંગણી કરી ધમકી આપી હતી. આ ત્રણ શખશોએ અગાઉ પણ વેપારી પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પૈસાની લેતી દેતીની બાબત કારણભૂત બન્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
પૈસાની માગણી કરી ધમકી આપનારા ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા આ આખી કાર્યવાહી જોવા ઉમટી પડ્યાં હતા. જયારે ત્રણેય આરોપીઓ લંગડાતા લંગડાતા જાહેર રસ્તા પર પોલીસ પહેરા હેઠળ ચાલતા નજરે પડ્યાં હતા.