Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025

    અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

    October 28, 2025

    LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?
    • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી
    • LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!
    • આંતરજ્ઞાતિના લગ્નથી પરિવાર સંબંધ તોડી નાખે તો પણ વારસાગત સંપત્તિમાં હકક મળે
    • કર્ણાટકમાં RSS ની ગતિવિધિ પર અંકુશ મુકવાના રાજ્ય સરકારના પ્રયાસને: High Courtનો સ્ટે
    • Rajkot: રાજયભરમાં ચૂંટણીપંચ દ્વારા SIR ની કામગીરીનો પ્રારંભ
    • Rajkot: રેસકોર્સ સંકુલનું સંપૂર્ણ નવીનીકરણ કરાશે : અર્ધો અબજના પ્લાનની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»પૌંઆ એટલે ‘the Best Morning Breakfast’
    હેલ્થ

    પૌંઆ એટલે ‘the Best Morning Breakfast’

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ન્યુટ્રિશિયન્સ કહે છે કે તમારો સવારનો નાસ્તો (બ્રેડફાસ્ટ) દિવસનો સૌથી હેલ્ધી ખોરાક હોવો જોઈએ. એના બે કારણો છે : એક તો એ કે રાતના ભોજનના લગભગ આઠ-દશ કલાક પછીનું એ તમારું પહેલું મિલ છે અને બીજુ, એ ખાઈને તમે દિવસની શરૂઆત કરો છો. ન્યુટ્રિશિયન્સ અને ડૉક્ટરો ગરમાગરમ રાંધેલા પૌઆ (કે પૌવા)ને સૌથી હેલ્ધી બ્રેકફાસ્ટ ગણે છે. હૉસ્પિટલોમાં પણ બિમાર દર્દીઓને સવારના નાસ્તામાં મોટાભાગે પૌંઆ અપાય છે.

    ભારતમાં પૌઆ એક પરંપરાગત નાસ્તાની વાનગી છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ કે ઘર હશે જે આ પૌષ્ટિક વાનગીથી અજાણ હશે. કમનસીબે ઓટમિલ અને પેનકેક્સ જેવી વેસ્ટર્ન બ્રેકફાસ્ટ ડિશીસને કારણે ખાસ કરીને યુવા વર્ગ પૌવાને ભૂલતો જાય છે, પરંતુ પૌઆના અગણિત હેલ્થ બેનિફિટ્સ છે અને એ પેટ માટે હળવા છે. એટલે એ પરફેક્ટ બ્રેકફાસ્ટ ડિશ બની રહે છે. ચોખામાંથી બનતા પૌંઆને ગુજરાતમાં બટાટા પૌવા એવું નામ અપાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં એને કાંદા પૌઆ કહેવાય છે.

    હકીકતમાં પૌવા કાર્બોહાઇડ્રેટ્સ, આયર્ન અને ફાયબરથી ભરપૂર છે અને એમાં ઘણાં બધા વિટામિન્સ પણ મળે છે. એન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર પૌઆમાં ગ્લુટન બિલકુલ નથી. આટલેથી ન અટકી, અહીં આપણે પૌઆના હેલ્થ બેનિફિટ્સ વિશે વિસ્તારથી જાણીએ :

    ૧. પચવામાં હલકા : પૌઆ એક લાઇટ બ્રેકફાસ્ટ ફુડ હોવાથી પાચનતંત્ર પર બોજરૂપ નથી બનતા. પૌંઆ   સહેલાઈથી પચી જાય છે અને એ ખાધા પછી પેટ ભારે નથી લાગતું. વળી એનો નાસ્તો કર્યા બાદ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારે ખા- ખા નથી કરવું પડતું. એટલે જ જેમને વજન ઉતારવું હોય એમના માટે આ બેસ્ટ ડિશ છે.

    ૨. હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ : ન્યુટિશિયન્સના મતે પૌવા હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સનો સારો સોર્સ (સ્રોત) છે, જેની શરીરને આપણને એનર્જી આપવા માટે બહુ જરૂર રહે છે. એટલે નાસ્તામાં પૌઆ ખાવાથી તમને શરીરમાં ફેટ ઠાલવ્યા વિના પૂરતી એનર્જી મળી રહે છે.

    ૩. લો કેલેરીઝ : આ હેલ્ધી ડિશ ખાવાથી તમને કેલેરીઝની ફિકર નથી રહેતી કારણ કે એમાં બહુ ઓછી કેલેરીઝ હોય છે. પૌંઆની એક ડિશમાં ૭૬.૯ ટકા કાર્બોહાઇડ્રેટ્સ અને આશરે ૨૩ ટકા ફેટ હોવાથી હેલ્ધી રહીને વજન ઉતારવા માટેનો એ પરફેક્ટ વિકલ્પ બની રહે છે.

    ૪. બ્લડ સુગરનું નિયમન : પૌંઆ  એક ફાઇબરથી ભરપૂર ધાન્ય હોવાથી રક્તપ્રવાહમાં સુગરની રિલિઝને કન્ટ્રોલમાં રાખે છે અને એને લીધે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ અચાનક વધી નથી જતું. પૌવાનો આ ગુણવિશેષ એને ડાયાબિટીસથી પીડાતા લોકો માટેનો એક અનુકૂળ ખોરાક બનાવી દે છે. 

    ૫. નામપૂરતું ગ્લુટન : ઘઉં અને જવની ગ્લુટનની ભારે માત્રા ધરાવતી વાનગીઓ જેમને માફક નથી આવતી એવા લોકોએ પૌંઆ  ખાવાનું રાખવું જોઈએ કારણ કે એમાં નામપૂરતું જ ગ્લુટન હોય છે. ગ્લુટન એક ચીકણો પદાર્થ હોવાથી આંતરડામાં ચોંટી જાય છે અને પાચનમાં વિઘ્ન નાખે છે. એટલે જ ડૉક્ટરે જેમને લૉ  ગ્લુટન ફૂડની સલાહ આપી હોય એમના માટે પૌઆ બેસ્ટ છે.

    ૬. રિચ ઇન આયર્ન : રોજ પૌવા ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ ઊભી નથી થતી અને એનમિયા (પાંડુરોગ) થવાનું જોખમ ઓછુ થઈ જાય છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને સંતાનને સ્તનપાન કરાવતી મહિલાઓ બ્રેકફાસ્ટમાં પૌઆની વાનગી ખાય એનાથી ઉત્તમ બીજુ કંઈ નથી. ગર્ભવતી સ્ત્રીઓને ગેસ્ટેશનલ એનમિયાનું જોખમ વધુ હોય છે. એટલે જ એમને ગાયનેક્સ પૌઆ ખાવાની ભલામણ કરે છે. પૌંઆમાંથી શરીર વધુ સારી રીતે આયર્ન શોષી લે એ માટે એમાં લીંબુ નીચોવીને ખાવા.

    આ બધુ જાણી લીધા બાદ પૌવા ખાવાથી શરીરને એકંદરે કેટલું પોષણ (ન્યુટિશન) મળે એની માહિતી મેળવવી જરૂરી છે.

    પૌંંઆમાં  ન્યુટીશનનું પ્રમાણ : રાંધેલા પૌઆના એક મોટા વાટકામાંથી શરીરને ૨૫૦ કેલેરી ઊર્જા મળે છે. પૌવાના વાનગીમાં શાકભાજી ઉમેરો એટલે એમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટસનું પ્રમાણ વધી જાય. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે વેઇટ ઘટાડવા માગતા લોકોએ પૌઆમાં ભૂલેચુકેય બટેટા અને સીંગદાણા નાખવા નહિ. એને લીધે કેલેરીઝ વધી જાય છે.  પૌંઆને વધુ હેલ્ધી બનાવવા એને ઓલિવઓઇલમાં રાંધવાનું રાખો. હા, મોર્નિંગ બ્રેકફાસ્ટને સ્વાદિષ્ટ બનાવવા પૌઆમાં છીણેલું ખોપરું અને કાંદા જરૂર ઉમેરી શકાય.

    'the Best Morning Breakfast'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025
    રાષ્ટ્રીય

    Health માટે જોખમકારક ખાદ્ય પદાર્થોનાં પેકીંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી

    October 18, 2025
    હેલ્થ

    વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે

    October 16, 2025
    રાષ્ટ્રીય

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025
    આંતરરાષ્ટ્રીય

    Vitamin D2 સપ્લિમેન્ટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે

    October 10, 2025
    આંતરરાષ્ટ્રીય

    Diabetes ટાઈપ-5ના કેસો હમણાં ઘણા વધી રહ્યા

    October 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025

    અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

    October 28, 2025

    LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

    October 28, 2025

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત…!!

    October 28, 2025

    આંતરજ્ઞાતિના લગ્નથી પરિવાર સંબંધ તોડી નાખે તો પણ વારસાગત સંપત્તિમાં હકક મળે

    October 28, 2025

    કર્ણાટકમાં RSS ની ગતિવિધિ પર અંકુશ મુકવાના રાજ્ય સરકારના પ્રયાસને: High Courtનો સ્ટે

    October 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025

    અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પહેલા ભાગમાં મજબૂત કામગીરી નોંધાવી

    October 28, 2025

    LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

    October 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.