ઉર્ફી જાવેદની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તાજેતરમાં રિયાલિટી વેબ સિરીઝ પ્લેગ્રાઉન્ડમાં મેન્ટર બનીને જોવા મળી હતી
Mumbai, તા.૧૨
ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. ઉર્ફીએ કેટલીક વખત તેમના બોલ્ડ અંદાજને કારણે ટ્રોલ પણ થવું પડે છે પરંતુ જ્યારે સામે વાળો લિમિટ ક્રોસ કરે છે તો ઉર્ફી તેની ક્લાસ પણ લગાવે છે. તાજેતરમાં એક ફેશન બ્રાન્ડે ઉર્ફીને એપ્રોચ કરી હતી પરંતુ તેને આ ઓફરમાં એક્ટ્રેસ સામે એક ગંદી ડિમાન્ડ મુકી હતી. ઉર્ફીએ હવે કંપની વિરૂદ્ધ એક્શન લેવાનો નિર્ણય કર્યો છે.ઉર્ફીએ ઇ-મેલનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં એક ઓરલ કેર બ્રાન્ડે લખ્યું કે, અમારી પાસે ઉર્ફી માટે એક સ્ક્રિપ્ટ છે, શું તે સ્ટ્રિપ (કપડા ઉતારવા) માટે તૈયાર છે?તે બાદ ઉર્ફીએ પૂછ્યું કે સ્ટ્રિપનો અર્થ? તો ત્યાંથી મેસેજ આવ્યો કે સ્ટ્રિપ ધેટ ડાઉન. તે બાદ ઉર્ફીની ટીમે મેસેજ કર્યો કે તમે શું કહેવા માંગો છો? ઉર્ફીએ આ સ્ક્રીનશોટ્સને શેર કરતા બ્રાન્ડને લખ્યુ, તમે તમામ લાઇન ક્રોસ કરી દીધી છે. આજ સુધી મે જ્યારે કોઇ બ્રાન્ડ સાથે કામ કર્યું ક્યારેય આવો એક્સ્પીરિયન્સ કર્યો નથી. મારી ટીમ તમારી સાથે વાત કરશે અને તેનો અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો.ઉર્ફી જાવેદની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તાજેતરમાં રિયાલિટી વેબ સિરીઝ પ્લેગ્રાઉન્ડમાં મેન્ટર બનીને જોવા મળી હતી. આ પહેલા તેનો શો ફોલો કર લો યાર આવ્યો હતો જેમાં તેની લાઇફની પર્સનલ અને પ્રોફેશનલ મોમેન્ટ્સ જોવા મળી હતી જેને સારો રિસ્પોન્સ મળ્યો હતો.