Mumbai,તા.09
બોલીવૂડના ઓરિજિનલ હી-મેન કહેવાતા, ગરમ ધરમ કહેવાતા ધર્મેન્દ્ર 89 વર્ષ પુરા કરીને 90મા વર્ષમાં પ્રવેશ્યા છે. ગઇકાલે ધર્મેન્દ્રના જુહુમાં આવેલા બંગલા ‘અદ્વિતીય’ની બહાર તેમની 89મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી તેમના ચાહકોએ કરી હતી. ધર્મેન્દ્રના જન્મ દિવસની આ પ્રકારની ઉજવણી ક્યારેય નથી જોવા મળી.
ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ગ્રાહકોના જન્મ દિવસની આ પ્રકારની ઉજવણી ક્યારેય નથી જોવા મળી. ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ગ્રાહકોને બંગલાની બહાર લગાડેલાં ધર્મેન્દ્રના પોસ્ટરો, હોર્ડિંગ્સ પર ધર્મેન્દ્ર માટે ‘ગોડ ઓફ બોલીવૂડ’ લખવામાં આવ્યું હતું.
ધર્મેન્દ્રના બંગલાની બહાર ચાહકો નાચતા-ગાતા જોવા મળ્યા હતા. કોઇકે પોતાની છાતી પર ધર્મેન્દ્રની તસ્વીર ચિતરાવી હતી. ધર્મેન્દ્રએ બંગલાની બહાર આવીને ચાહકો દ્વારા લાવવામાં આવેલી વિશાળ કેક કાપી હતી. એ વખતે તેમની સાથે સન્ની અને બોબી દેઓલ પણ હતા.