તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધન અને ક્લીનીકલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિનસુરક્ષિત ઓરલ સેક્સ માથા અને ગર્દનના કેન્સર માટે કારણરૂપ બની શકે છે. નિષ્ણાંતોએ ધણા કારણો આપીને આ મુજબની વાત કરી છે. મહિલાઓમાં જુદા જુદા કેન્સરના સ્વરૂપ બિનસુરક્ષિત ઓરલ સેક્સના કારણે થઈ શકે છે. ભારતમાં ધૂમ્રપાન નહીં કરનારમાં માથા અને ગર્દનના કેન્સરની સંભાવના રહેલી છે. વાઈરસ સાથે ગ્રસ્ત મહિલા પાટનર સાથે જો પુરુષ બિનસુરક્ષિત ઓરલ સેક્સ કરે છે તો આવી સ્થિતિમાં માથા અને ગર્દનના કેન્સર થવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને ગળાના ઉપરના હિસ્સામાં કેન્સર થવાની સંભાવના રહે છે. છેલ્લા થોડાક વર્ષોમાં આ સંબંધમાં ધણા અભ્યાસ થઈ ચૂક્યા છે. યુરોપીયન દેશોમાં ધણા કેસો સપાટી ઉપર આવી ચૂક્યા છે. ભારતમાં બિન ધુમ્રપાન કરનાર લોકોમાં માથા અને ગળાના કેન્સરના કેસ વધ્યા છે તેવા સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ અને યુરોપીયન કમિશને ભારતમાં જીવલેણ સ્થિતિના કારણમાં આ વાઈરસની ભૂમિકામાં શોધખોળ હાથ ધરી છે. આ અભ્યાસથી ધણી તકલીફોને રોકી શકવામાં મદદ મળશે.
ધર્મશાળા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વરિષ્ઠ કેન્સર સર્જન (માથા અને ગળા) અનસુમાન કુમારે કહ્યું છે કે તમાકુ અને શરાબનું સેવન માથા અને ગર્દનના ગળાના કેન્સર માટે મુખ્ય કારણ છે. જો કે હવે ધૂમ્રપાન નહીં કરનાર લોકો પણ આ પ્રકારના કેન્સરનો શિકાર થયા છે. એચપીવી ઇન્ફેક્શન આવા કેસોમાં જવાબદાર છે. એચપીવી મહિલાઓમાં કેન્સર સાથે સંકળાયેલ એક વાઈરસ છે. રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટીટયુટમાં કેન્સર નિષ્ણાંત ઉલ્લાસ બત્રાએ કહ્યું છે કે ધૂમ્રપાન નહીં કરનાર લોકોમાં માથા અને ગળાના કેન્સરોના કિસ્સા વધ્યા છે. બત્રાનું કહેવું છે કે આના માટે બિન સુરક્ષિત ઓરલ સેક્સ અથવા તો મલ્ટીપલ પાટનર કારણરૂપ હોઈ શકે છે. પ?મિમાં કરવામાં આવેલા સંશોધન અભ્યાસમાં આ વાત જાણવા મળી છે પરંતુ ઇન્ફેક્શન કઈ રીતે ફેલાય છે તે અંગે માહિતી મળી શકી નથી. તેમણે કહ્યું છે કે આ પ્રકારની બિમારીના લક્ષણ જાણવા પણ મુશ્કેલ બને છે.