તાજેતરમાં જ કરવામાં આવેલા વ્યાપક અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે હાઇ બ્લડપ્રેશરની તકલીફ ધરાવનાર લોકોને યોગાથી ફાયદો થાય છે. આ તકલીફ દુર કરવામાં યોગા ઉપયોગી છે.હાઇ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે. દેશ વિદેશમાં મોટી સંખ્યમાં લોકો આ તકલીફથી પરેશાન છે. હાઇબ્લડ પ્રેશરને કાબુમાં લેવા માટે જુદી જુદી પ્રકારની અનેક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. આ બિમારીને ટાળવા માટે તબીબો દ્વારા જુદી જુદી સલાહ પણ આપવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશર અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ અંગે પણ વ્યાપક અભાવ છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે હાઇ બ્લ્ડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે. તે શરીરમાં છુપાયેલા એક ધાતક દુશ્મન તરીકે છે. અનિયમિત ખાવા પીવાની ટેવ, ઓચી ઉંધ, મીઠાનો વધારે ઉપયોગથી હાઇ બ્લડ પ્રેશર થવાનો ખતરો રહે છે. હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન લોકો માટો યોગા ખુબ ઉપયોગી છે. તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
હાઈ બ્લડપ્રેશરથી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ મોટી છે. હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં લેવા માટે યોગાની સલાહ અગાઉ પણ આપવામાં આવી હતી પરંતુ હવે ફરીવાર આનું સૂચન કરવામાં આવ્યું છે. માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં બલ્કે ડાયાબિટીશના ઇલાજમાં પણ યોગાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તમામ પ્રકારની બિમારીઓને દૂર કરવામાં યોગ ઉપયોગી સાબિત થાય છે.