Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી યથાવત્‌ રહેશે…!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી યથાવત્‌ રહેશે…!!

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગત સપ્તાહે વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે સતત મંદીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦, જાન્યુઆરીના રોજ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના અને હમાસને ૨૦, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા આપેલ અલ્ટિમેટમ વચ્ચે વૈશ્વિક જીઓ પોલિટીકલ ટેન્સન અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવી નીચી સપાટી નોંધાવી રહ્યો છે, ત્યારે ગત સપ્તાહે રૂપિયો ફરી ડોલર સામે તૂટી નવી ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જયારે અમેરિકાએ ઈરાન તથા રશિયા પર નવા અંકુશો જાહેર કરતા ક્રૂડના ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે અમેરિકાએ રશિયાના ઓઈલ પર વધુ આર્થિક પ્રતિબંધ મૂકવાનું જાહેર કરતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલો તીવ્ર વધારો અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૮૬ની નજીક વિક્રમી નીચી સપાટીએ આવી ગયો હોય ક્રુડ ઓઈલની મોટી આયાત પર નિર્ભર ભારત માટે આ આર્થિક આફતના પરિબળો છે. ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાથી સરકારની ચિંતા વધી ગઈ છે. તે માટે સરકાર આગામી બજેટમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં રૂપિયાના મૂલ્યમાં થયેલા ભારે ઘટાડાનો સામનો કરવા માટે સરકાર આગામી બજેટમાં આયાત પર વધુ ડયૂટી લાદવાનું વિચારી શકે છે.

    દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્‌પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના શરૂઆતના દિવસોમાં રૂપિયામાં થોડી વધઘટ થઈ શકે છે, પરંતુ થોડા દિવસો પછી તે સ્થિર થઈ જશે. ૧૩ જાન્યુઆરીએ રૂપિયો પ્રતિ ડોલર ૮૬.૭૦ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં રૂપિયામાં એક રૂપિયાથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર રૂપિયો જ નહીં પરંતુ અન્ય યુરોપિયન કરન્સી પણ સમાન દબાણનો સામનો કરી રહી છે. તેથી કેન્દ્રીય બજેટમાં આયાત ડયુટીમાં કેટલાક સુધારા થઈ શકે છે. આમ, આયાતની માંગમાં ઘટાડો થઈ શકે છે અને સ્થાનિક ઉત્પાદન દ્વારા આયાત માટે થોડો વિકલ્પ હોઈ શકે છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી તેમજ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૬૭૯૪.૨૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪ માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી તેમજ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૩૨૫૮.૦૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા….

    મિત્રો, કોર્પોરેટ પરિણામોની ચિંતા, યુએસમાં વ્યાજદરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં મજબૂતાઈને કારણે ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી સતત ચાલુ છે. એફપીઆઈની વેચવાલી ઓક્ટોબર માસમાં શરૂ થઈ હતી, જ્યારે ચીનના સ્ટિમ્યુલસ પેકેજે તેના બજારોને વેગ આપ્યો હતો. જે ભારતના બજાર કરતાં ઘણા નીચા ભાવે ટ્રેડ કરી રહ્યા હતા. પરિણામે કેટલાક વિદેશી રોકાણકારોએ ભારતમાંથી તેમનું ભંડોળ પાછું ખેંચી ચીનમાં રોકાણ કર્યું હતું.

    યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની જીતથી યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થયો અને ડોલર મજબૂત થયો. ઑક્ટોબર – ૨૦૨૪ના અંતમાં ૧૦-વર્ષના યુએસ બોન્ડની ઉપજ ૪૭ બેસિસ પોઈન્ટ્‌સ વધી છે અને હાલમાં ૪.૭૬% પર ટ્રેડ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, ડોલર ઇન્ડેક્સ ૫% ઉછળ્યો હતો અને હાલમાં ૧૦૯ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની ઓછી પ્રોત્સાહક કમાણી અને ડિસેમ્બર ક્વાર્ટરમાં સમાન સ્થિતિના ભયે પણ એફપીઆઈ દ્વારા વેચવાલી વધુ તીવ્ર બની છે. એફપીઆઈનો વેચવાલી ધીમી પડવાની શક્યતા નથી, કારણકે આ વેચાણને વેગ આપતા પરિબળો સક્રિય બન્યા છે. નબળા કોર્પોરેટ પરિણામો અને ડોલરમાં હજુ વધુ ઉછાળો આવવાના અવકાશે મંદી ચાલુ છે અને ભારતીય શેરબજાર હજુ ઓવરવેલ્યુ છે. તેથી અગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)M & M (2929) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૮૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! પેસેન્જર કાર એન્ડ યુટિલીટી વ્હીકલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૯૭૩ થી રૂા.૨૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર)અદાણી એન્ટરપ્રાઇઝીસ (૨૪૦૭) : આ સ્ટોક રૂા.૨૩૦૩ નો પ્રથમ અને રૂા.૨૨૭૦ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૨૪૪૪ થી રૂા.૨૪૯૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

    (૩)મુથૂત ફાઇનાન્સ (૨૧૫૯) :  ૨૭૫ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૨૧૦૩ પ્રથમ તેમજ રૂા.૨૦૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેન્કીંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૨૧૮૮ થી રૂા.૨૨૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

    (૪)હિન્દુસ્તાન યુનિલીવર (૨૩૬૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૪૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૪૩૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૩૦૮ થી રૂા.૨૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૪૫૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ)નેસલે ઇન્ડિયા (૨૨૧૨) : રૂા.૨૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૨૨૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૧૮૮ થી રૂા.૨૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬)ઇન્ફોસિસ લિમિટેડ (૧૮૧૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૮૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૮૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૭૮૭ થી રૂા.૧૭૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૮૭૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) કોલ ઈન્ડિયા (૩૭૩) A / T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨) મોઈલ લિ.(૩૪૪)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૬૪ થી રૂ.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૫૬)ઃ રૂ.૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૩૩૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) પેટ્રોનેટ એલએનજી (૩૧૪) LPG/CNG/PNG/LNG સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૮ થી રૂ.૩૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!

    (૫) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૨૬૦) રૂ.૨૪૭ નો પ્રથમ તેમજ રૂ.૨૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૩ થી રૂ.૨૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) ઈન્ડો યુએસ બાયો-ટેક (૨૩૬) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) પિરામલ ફાર્મા (૨૨૩)ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૧૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૩૭ થી રૂ.૨૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) બિરલા કેબલ (૧૯૦) ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલેકોમ – ઇક્વિપમેન્ટ એન્ડ એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪ આસપાસ રોકાણકારે રૂ.૨૦૪ થી રૂ.૨૧૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૬૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)એસજેવીએન લિ.(૯૦) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨) SBFC ફાઈનાન્સ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનાં આ સ્ટોકને ૭૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવા-લાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૪ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

    (૩) IDBI બેન્ક (૭૪) : ફન્ડા- મેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવા-લાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા..!!

    (૪)ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ (૭૦) : રૂ.૬૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૩ થી રૂ.૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

    ડિસેમ્બર ૨૦૨૪માં ભારતની નિકાસ ૧% ઘટી ૩૮.૦૧ અબજ ડોલર રહી…!!

    અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ ગબડી રહ્યો છે ત્યારે ડિસેમ્બર મહિનામાં ભારતની નિકાસ પણ વાર્ષિક ધોરણે ઘટી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સતત બીજા મહિને ભારતની નિકાસ ઘટેલી નોંધાઈ છે. ડિસેમ્બર ૨૦૨૪માં ભારતની નિકાસ ૩૮.૦૧ અબજ ડોલર રહી છે જે ૨૦૨૩ની સરખામણીએ ૧% ઘટી છે. નવેમ્બર મહિનામાં નિકાસ ૪.૮૫% ઘટી હતી. ડિસેમ્બર આયાત ૫% વધી ૫૯.૯૫ અબજ ડોલર ડોલર નોંધાઈ છે. ડિસેમ્બર મહિનામાં વ્યાપાર ખાધ (આયાત સામે નિકાસ) ૨૧.૯૪ અબજ ડોલર રહી છે. એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનાના ગાળામાં ભારતની નિકાસ માત્ર ૧.૬% વધી ૩૨૧.૭૧ અબજ ડોલર અને આયાત ૫.૧૫% વધી ૫૩૨.૪૮ અબજ ડોલર રહી છે.

    આમ,નવ મહિના માટે ખાધ ૨૧૦.૭૭ અબજ ડોલર રહી છે જે આગલા વર્ષે માત્ર ૧૮૯.૭૪ અબજ ડોલર હતી. ડિસેમ્બર મહિનામાં પેટ્રોલીયમ પેદાશોની નિકાસ ૨૮.૬૨% ઘટી ૪.૯૧ અબજ ડોલર રહી છે જ્યારે નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં નિકાસ ૨૦.૮૪% ઘટી છે. આ ઉપરાંત,જેમ્સ એન્ડ જ્વેલરી,કેમિકલ્સ જેવી ચીજોની નિકાસ પણ આ મહિનામાં ઘટેલી જોવા મળી છે. જોકે, ટેક્સટાઈલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ચોખા જેવી ચીજોની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે.વાણિજ્ય સચિવે જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીએ ભારતની નિકાસ વધારે મજબૂત જોવા મળી રહી છે.  પેટ્રોલીયમ પેદાશો સિવાયની નિકાસમાં સ્થિતિ ઘણી વધારે સારી હોવાની એમણે વાત કરી હતી. વૈશ્વિક પરિબળોના કારણે ભારતીય નિકાસ ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે ત્યારે વાણિજ્ય મંત્રાલયે મિશન ૨૦ નામનો કાર્યક્રમ ચાલુ કરી નિકાસ ઉપર જોર મુકવા અભિયાન શરૂ કર્યું છે. આ ૨૦ દેશો ભારતની કુલ નિકાસમાં ૬૦% હિસ્સો ધરાવે છે. બીજી તરફ, ડોલર સામે રુપિયો સર્વકાલીન નીચી સપાટીએ પટકાયો હતો. ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડો થાય તેનાથી નિકાસકારોને ફાયદો થાય છે ત્યારે આયાત મોંઘી પડે છે. ભારતમાં આયાત કરતા નિકાસ ઓછી હોવાથી એકંદરે અર્થતંત્ર માટે પડકાર ઉભો થાય છે. ડિસેમ્બર ૨૦૨૩ સામે ડિસેમ્બર ૨૦૨૪માં ડોલર સામે રૂપિયો ૨.૩૪% ઘટયો છે. જ્યારે ચીનના યુઆન સામે તેમાં ૦.૦૬% નો ઘટાડો જોવા મળ્યો છે.ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીએટીવ (GTRI) નામની સંસ્થાએ તાજેતરમાં બહાર પડેલા અહેવાલ અનુસાર ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતની આયાત ૧૫ અબજ ડોલર વધી જશે. આ ઉપરાંત ચીન પાસેથી ભારત વર્ષે ૧૦૦ અબજ ડોલરના મૂલ્યની ઔદ્યોગિક ચીજોની આયાત કરે છે. યુઆન સામે રૂપિયો નરમ પડતા તેની પણ અસર પડશે.

    રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨% સાથે ચાર મહિનાની નીચલી સપાટીએ…!!

    શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાને કારણે ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨% થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે.રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ ૬.૫૦% પર સ્થિર છે.નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ કન્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર,૨૦૨૪ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં. રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર, ૨૦૨૪માં રીટેલ ફુગાવો ૫.૪૮% હતો. નવેમ્બર, ૨૦૨૩માં રીટેલ ફુગાવો ૫.૬૯% હતો. ઉલ્લેખનિય છે કે ઓક્ટોબર,૨૦૨૪માં રીટેલ ફુગાવો ૬.૨૧% હતો. જે આરબીઆઇના લક્ષ્યાંક કરતા વધારે હતો. એનએસઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૪માં શાકભાજી, દાળો, ખાંડ અને અનાજના ભાવમાં ઉલ્લેખનિય ઘટાડો જોવા મળ્યો છે. એનએસઓ સાપ્તાહિક આધારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પસંદગી કરાયેલા ૧૧૧૪ શહેરી બજારો અને ૧૧૮૧ ગામોમાંથી ભાવ એકત્ર કરે છે.

    ભારતીય અર્થવ્યવસ્થા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સાધારણ નબળી રહેશે : IMF

    ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) માને છે કે વૈશ્વિક વૃદ્ધિ સ્થિર રહેવા છતાં,ભારતીય અર્થતંત્ર ૨૦૨૫ માં થોડુંક નબળુંરહી શકે છે. વાર્ષિક બ્રીફિંગમાં,જણાવ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિ ૨૦૨૫ માં સ્થિર રહેવાની સંભાવના છે,પરંતુ પ્રાદેશિક તફાવતો હશે. ખાસ કરીને અમેરિકાની વેપાર નીતિને લઈને આ વર્ષે વૈશ્વિક સ્તરે ઘણી અનિશ્ચિતતા રહેશે. ભારતીય અર્થવ્યવસ્થા થોડી નબળી રહેશે. જોકે તેમણે ભારતીય અર્થવ્યવસ્થા થોડી નબળી રહેવા અંગે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી વર્લ્ડ ઈકોનોમી આઉટલુક અપડેટ વીકમાં ઉપલબ્ધ થશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં ડિફ્લેશન દબાણ અને સ્થાનિક માંગમાં સતત પડકારોને જુએ છે. યુએસ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે,યુરોપિયન યુનિયન અમુક અંશે સ્થિરતાનો સામનો કરી રહ્યું છે, અને ભારત થોડી નબળી સ્થિતિમાં છે.  બ્રાઝિલ અંગે તેમણે કહ્યું કે ત્યાં મોંઘવારી થોડી ઉંચી રહે છે. ઓછી આવક ધરાવતા દેશો,તેમના તમામ પ્રયત્નો છતાં, એવી પરિસ્થિતિમાં છે જ્યાં કોઈ પણ નવો આંચકો તેમને નોંધપાત્ર રીતે નકારાત્મક અસર કરી શકે છે.

    ગોલ્ડ ETFમાં રોકાણ ચાર ગણું વધીને રૂપિયા ૧૧,૨૬૬ કરોડ પહોંચ્યું…!!

    સ્થાનિક સ્તરે, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ ગયા વર્ષ એટલે કે ૨૦૨૪ દરમિયાન ચાર ગણું વધ્યું છે. ગોલ્ડ ઈટીએફને લઈને ભારતમાં રોકાણકારોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૨૪ના વર્ષે એપ્રિલ સિવાય બાકીના ૧૧ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં નવો નાણાં પ્રવાહ નોંધાયો હતો. ૨૦૨૪માં ગોલ્ડ ઈટીએફમાં થતું રોકાણ રૂ.૧૧,૨૬૬ કરોડ પહોંચ્યું હતું.

    એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્‌સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા અનુસાર,ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન દેશના કુલ ૧૮ ગોલ્ડ ઇટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં રૂ.૬૪૦.૧૬ કરોડનો ચોખ્ખો પ્રવાહ હતો,જે ડિસેમ્બર ૨૦૨૩ કરતાં ૬૨૫ ટકા વધુ છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન દેશના કુલ ૧૫ ગોલ્ડ ઈટીએફમાં માત્ર રૂ.૮૮.૩૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જો પાછલા મહિના એટલે કે નવેમ્બરની સરખામણી કરીએ તો તેમાં ૪૯ ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ.૧૨૫૬.૭૨ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.

    આ રીતે,સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ.૧૧,૨૬૬.૧૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન રૂ.૨૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧ ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ.૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબર દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં ૧૯૬૧.૫૭ કરોડ રૂપિયાનું રેકોર્ડ ચોખ્ખું રોકાણ થયું હતું. અગાઉ, ગોલ્ડ ઇટીએફમાં સૌથી વધુ રોકાણ ફેબ્રુઆરી ૨૦૨૦માં જોવા મળ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ.૧૪૮૩.૩૩ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.