New Delhi,તા.17
ભારતે સપ્ટેમ્બરમાં સૌથી વધુ 965.12 કરોડ ડોલર અર્થાત લગભગ લગભગ 80095 કરોડ રૂપિયાની આયાત સર્જન કરી હતી.વર્ષભેર પહેલાની તુલનામાં ચીનથી આયાત લગભગ સાડા 14 ટકા વધી ગયો.બીજા નંબરે યુનાઈટેડ અરબ અમિરાત રહ્યું જેમાંથી લગભગ 539 કરોડ ડોલરની આયાત થઈ જે વર્ષભેર પહેલાથી 49 ટકા વધુ રહી.
બુધવારે કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મીનીસ્ટ્રીએ જાહેર કરેલ આંકડામાં આ જાણકારી બહાર આવી છે. જે મુજબ ભારતની નિકાસ સતત બે મહિના ઘટયા બાદ સપ્ટેમ્બરમાં 0.5 ટકા વધીને 3458 કરોડ ડોલર રહી જયારે આયાત 1.6 ટકા વધીને 5536 કરોડ ડોલર રહી.
આ રીતે વ્યાપારની ઘટ એટલે કે આયાત અને નિકાસનું અંતર 2078 કરોડ ડોલર પર આવી ગયુ. આ તેને પાંચ મહિનાનું નીચલુ સ્તર છે. ઓગસ્ટમાં આ 2965 કરોડ ડોલરની સાથે છ મહિનાનાં ઉંચા સ્તરે ચાલ્યુ ગયુ હતું.
એન્જીનીયરીંગ ઈલેકટ્રોનિક ગુડસથી મદદ
ઓગસ્ટમાં નિકાસ વર્ષભર પહેલાથી 93 ટકા અને જુલાઈમાં 1.2 ટકા ઘટી હતી. આ પહેલા એપ્રિલમાં ટ્રેડ ડેફીસ્તર 1982 કરોડ ડોલરનાં નીચલા સ્તર પર હતુ. સપ્ટેમ્બરમાં નિકાસ વધવામાં મોટુ યોગદાન એનજીનીયરીંગ પ્રોડકટસ, કેમીકલ્સ, પ્લાસ્ટીકસ, ફાર્મા, રેડીમેડ, ગારર્મેન્ટસ અને ઈલેકટ્રોનિકસનુ રહ્યું.
એન્જીનીયરીંગ પ્રોડકટસની નિકાસ વર્ષભેર પહેલાથી 11.6 ટકા વધીને 82335.96 કરોડ રૂપિયા રહી ઈલેકટ્રોનિકસ ગુડસની નિકાસ 8.9 ટકા વધીને 17374.07 કરોડ રહી
સૌથી વધુ નિકાસ અમેરિકાને
સપ્ટેમ્બરમાં આયાતની દ્રષ્ટિએ ટોપ-5 દેશોમાં ચીન અને યુએઈ બાવ રશીયા અને અમેરીકા હોંગકોંગ રહ્યા.જયારે ભારતથી સૌથી વધુ 637.6 કરોડ, ડોલરની નિકાસ અમેરીકાને 50, બીજા નંબરે 2013 કરોડ ડોલર સાથે યુએઈ રહ્યું.