Ahmedabad,તા.28
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ નું અવસાન થતાં દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. દેશભરમાં રાષ્ટ્રીય કાર્યક્રમો કેન્સલ કરવામાં આવતા જેના પગલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તારીખ 30 ને સોમવારના રોજ અમદાવાદ ખાતે દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રાજ્યભરના છેલ્લા ત્રણ વર્ષમાં નવી સનદ પ્રાપ્ત કરનાર10000 વકીલોનો ઓથ સેરેમની નો જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પૂર્વક પીએમ મનમોહનસિંહના અવસાન ને પગલે ઉપરોક્ત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો છે. જેની કાર્યકમમાં આવનાર દરેક વકીલોએ નોંધ લેવી તેવી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ કન્વીનર અને ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચેરમેન જે જે પટેલ અને બાર ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.