ત્રિ-માસીક ‘‘આંતરીક ફરિયાદ નિવારણ સમિતી‘‘ની બેઠકનું આયોજન કરવા સુચના
Rajkotતા.૨૬
દેશમા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અને જાતિય શોષણ અટકાવવા માટે ૧૦ થી વધુ મહિલા કર્મચારીઓ ફરજ બજાવતા હોય ત્યાં ‘‘આંતરીક ફરિયાદ નિવારણ સમિતી‘‘ની રચના કરવામાં આવેલી છે જે અંતર્ગત શહેર ઇ.ચા. પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂજા યાદવની અધ્યક્ષતામાં તા.૨૬ને ગુરુવારના રોજ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા સારૂ શહેર કક્ષાની ’આંતરીક ફરિયાદ નિવારણ સમિતી‘‘ની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતુ., જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશન અને શાખા ખાતે નિમાયેલા મહિલા પોલીસ અધિકારી અને કર્મચારી, સમિતીમાં નિમણૂંક પામેલી મહિલા વકીલ, સામાજીક કાર્યકર મળી ૨૦ મહિલા અધિકારી/કર્મચારી અને સભ્યો હાજર રહેલા હતાં. જે બેઠકમાં અધ્યક્ષ દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા સારૂ સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદા અંગેની સમજ કરવામાં આવેલ શહેર પોલીસ કમિશ્નરના તાબા હેઠળના પો.સ્ટે/શાખા/કચેરી માટે જાતિય સતામણી અંગેની ફરીયાદ કરવા બનાવવામાં આવેલ ઇ-મેઇલ આઇડી ાજ્ઞતવ-ભા- ફિષઽલીષફફિિં.લજ્ઞદ.શક્ષઅંગેની જાણકારી આપવામાં આવેલી તેમજ શહેરના પો.સ્ટે/શાખા ખાતે નિયમીત રીતે ત્રિ-માસીક ‘‘આંતરીક ફરિયાદ નિવારણ સમિતી‘‘ની બેઠકનું અચુક આયોજન કરવા સુચના આપવમાં આવેલી છે.