New Delhi, તા.10
રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારની આગામી સમયની મહિલા રેલી પર કરેલો કટાક્ષ તેમને ભારે પડે તેવા સંકેત છે. યાદવએ એવું વિધાન કર્યું કે નીતિશકુમારની મહિલા સંવાદ યાત્રામાં નીતિશકુમાર આંખો ગરમ કરવા જઇ રહ્યા છે.
જેના પર ભાજપે પણ વિરોધ કરતાં કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ તમામ પ્રકારની વૈચારિકતા ગુમાવી ગયા છે અને છેલ્લે પાટલે જઇને બેઠા છે. આ પ્રકારના શબ્દો એક વખત બંધારણીય પદ પર રહી ચુકેલા વ્યકિત કરી શકે નહીં લાલુ પ્રસાદે બિહારને પણ શરમજનક સ્થિતિમાં મુકી દીધું છે.
નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ લાલુ પ્રસાદના વિધાનોની ટીકા કરતા જણાવ્યું કે, લાલુ પ્રસાદે માનસિક સારવાર લેવા પણ જરુર છે.