Kotdasangani, તા. 10
આપણા આજુ બાજુમાં કેટલાક એવા લોકો હશે જેઓ એમ કહે છે કે કદાચ અમારા પાસે પણ વારસામાં કઈંક હોત તો હું પણ ખબર નથી આજે ક્યાં હોત. એવા લોકો માટે રાજકોટના લુણાગરિયા અજય એક ઉદાહરણ છે. જેમના પાસે વારસામાં કઈંક વધુ નોહતા પરંતુ તેમના પાસે જે હતુ તે હતુ જુસ્સા, કઈંક કરીને દેખાડવાનું. પોતના એજ જુસ્સાના કારણે આજે તેઓ પ્રગતિશીલ ખેડૂતના સાથે એક સફળ વેપારી પણ બનીને દેખાડ્યું છે. ફક્ત એક વર્ષ પહેલા ઓઝત નામથી મસાલા કંપની શરૂ કરનાર અજય આજે પોતેજ તો લાખોની કમાણી કરી રહ્યા છે સાથે જ બીજાને પણ રોજગાર આપી રહ્યા છે.
વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું જો કોઈ ઉદાહરણ અમે જોઈએ તો અજયભાઈની સફળતાની વાર્તાનું તેમાં સમાવેશ થાય છે.અજયભાઈએ આજે તેઓને મિલિનિયર ફાર્મર ઓફ ઇંડિયા બનાવી દીધું છે. તેઓને એમએફઓઆઈ 2024 માં સ્ટેટ એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવ્યું છે. સ્ટેટ એવોર્ડથી સન્માનિત થયા પછી અજયભાઈએ જણાવ્યું કે આજે હું બઉ ખુશ છું.
તેમની સફળતાની યાત્રા વિશે પુછવામાં આવેલ પ્રશ્નનું ઉત્તર આપતા અજયભાઈએ જણાવ્યું કે તેઓએ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેઓ ત્યાંથી મેળવવામાં આવેલ હળદર, મરચા, જીરૂં અને અન્ય મસાલા પાકોની ઉપજનું પ્રોસેસિંગ કરી તેનો વેચાણ શરૂ કરી દીધો. વેચાણ માટે તેઓએ ઓઝત નામથી એક કંપની સ્થાપિત કર્યું. ફક્ત એક વર્ષમાં આટલી મોટી સિદ્ધી મેળવનાર અજયભાઈએ સમગ્ર ભારતમાં કદાચ એક જ યુવાન છે.તે મુળ કોટડાસાંગાણી ના રહેવાસી છે અને આટલી બધી મોટી સિદ્ધિઓ કરવામાં આવેલ જે લુણાગરીયા પરિવાર નુ ગૌરવ વધારે છે.