Morbi,તા.17
માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી કાર જતી હોય ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારમાં નુકશાન પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદના રહેવાસી ડોક્ટર જીલભાઈ ચંદુભાઈ ઝાલાવડીયાએ ટ્રક જીજે ૧૨ બીટી ૦૧૪૭ ના ચાલક રાજુભા હરિસિંહ વાઘેલા રહે બાવરડા ગામ તા. સાંતલપુર પાટણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે ચલાવી કચ્છ મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી ચેક પોસ્ટ પાસે ફરિયાદીની કાર જીજે ૧૮ ઈએ ૫૯૭૫ પાછળથી ભટકાડી અકસ્માત કરતા કારમાં નુકશાન કર્યું હતું માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે