Morbi,તા.07
કાર રેઢી મૂકી આરોપી ફરાર થયો
માળિયા મચ્છુ નદીના પુલ પાસે રોડ પરથી આઈ ૨૦ કારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૨૧ બોટલનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહીત ૫.૨૦ લાખનો મુદામાલ કબજે લીધો છે પોલીસને જોઇને આરોપીઓ નાસી જતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી આવતી ગ્રે કલરની આઈ ૨૦ કારમાં દારૂનો જથ્થો ભરી માળિયા તરફ જતો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા મચ્છુ નદીના પુલ પાસે રોડ પર કરને આંતરી લેતા કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૨૧ કીમત રૂ ૨,૨૦,૨૦૬ અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૫,૨૦,૨૦૬ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે