Rajkot,તા.13
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારના સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાતે આવી પહોંચતા તેઓનું હિરાસર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારબાદ હવાઈ માર્ગે લોધીકાના જશવંતપુરમાં પહોંચી ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની આજની આ મુલાકાત દરમિયાન ભરચકક કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મ્યુ.કોર્પો. અને રૂડાના કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કરનાર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારના અમદાવાદ એરપોર્ટથી એરક્રાફટમાં નીકળી સવારના 10 કલાકે હિરાસર એરપોર્ટ પર ઉતરાણ કરતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.
ત્યારબાદ ત્યાંથી તેઓએ હેલીકોપ્ટર મારફતે નિકળી કણકોટ ખાતે તૈયાર કરાયેલા હેલીપેડ પર ઉતરાણ કરી ત્યાંથી બાયરોડ લોધીકાના જશવંતપુર પહોંચી સવારના 10.30 કલાકે જશવંતપુરમાં નિર્માણ થનાર ઉમીયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું.
બાયરોડ નિકળી કણકોટ પહોચશે અને કણકોટ હેલીપેડથી હેલી કોપ્ટર મારફતે નિકળી બપોરના 12 વાગ્યે જૂનાગઢ એરપોર્ટ પર ઉતરાણી કરશે.ત્યાંથી બાયરોડ યુનિ.રોડ પર કિડની સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.આ કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત ખાતે પહોચી જિલ્લા પંચાયત બિલ્ડીંગનું ભૂમિપૂજન ખાત મુહૂર્ત કરશે.
જે બાદ તેઓ ત્યાંથી બાયરોડ રેસકોર્સ ગ્રાઉન્ડમાં પહોચી બપોરના 1 કલાકે મ્યુ.કોર્પોના કરોડાના વિકાસકામોનું લોકાર્પણ કરશે.આ મ્યુકોર્પોનો આ મુખ્યકાર્યક્રમ પુરો થયા બાદ તેઓ બપોરના બે વાગ્યાની આસપાસ સર્કીટહાઉસ ખાતે લંચ લેશે ત્યારબાદ ત્યાંથી તેઓ બપોરેના 2.35 કલાકની આસપાસ સદ્ભાવના વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં હાજરી આપશે જે બાદ તેઓ બાયરોડ જુના એરપોર્ટ પર પહોંચી હેલીકોપ્ટર મારફતે હિરાસર એરપોર્ટ પર પહોચશે ત્યાંથી 3.30 કલાકે સ્ટેટ એરકાફ્ટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થશે.