Londonતા.26
યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકા અને રશીયા વચ્ચે વધતા જતા તનાવમાં રશીયાએ તેના તાકાતનાં પ્રદર્શન સમાન હાયપર સોનિક મિસાઈલથી યુક્રેન પર પ્રહાર કરીને અમેરિકા સહિતના દેશોને યુક્રેન યુદ્ધમાં સીધા નહિં ઝંપલાવવા આપેલી ચેતવણી બાદ હવે અમેરિકાથી અત્યંત આધુનિક બી-પર બોમ્બર વિમાનોએ છેક રશીયન હવાઈ સીમા સુધી ઉડાન ભરીને ચેતવણી આપી છે.
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ એ પ્રથમ વખત બન્યુ છે કે અમેરિકી હવાઈ દળની આ બોમ્બ વિમાનોની ટુકડીઓ જે યુરોપમાં નાટોની સેનાના ભાગ હવે તૈનાત છે તેના ઘણા આ પ્રકારે ઉડાન ભરવામાં આવી છે. અમેરિકી હવાઈ દળનાં બી-પર સ્ટ્રેટોફોટ્રેસ બોમ્બર એ રશીયાની હવાઈ સીમા પાસે જ એક મીશન પાર પાડયુ હોવાનું જાહેર કર્યું છે.
હાલમાં જ નાટોનાં વડાએ એક ચેતવણીમાં રશીયા સાથે પૂર્ણ યુદ્ધની તૈયારીઓમાં રહેલા તેના દળોને આદેશ આપ્યો હતો. તો ઉતર કોરીયાએ પણ રશીયાને ટેકો આપવા તેના હજારો સૈનિકોને રશીયા મોક્લ્યા બાદ યુક્રેન પણ સાવધ થઈ ગયુ છે.
તેણે પણ લાંબા અંતરના મિસાઈલ તૈનાત કર્યા હવે યુક્રેન-રશીયા યુદ્ધમાં જે રીતે નાટો સૈન્ય યુક્રેનને મદદ કરી રહ્યું છે અને ઈરાન-ઉતર કોરીયા ઉપરાંત ચીન સહીતનાં રાષ્ટ્રો રશીયાની મદદે છે તેથી યુદ્ધ હવે યુક્રેન-રશીયાની સીમામાંથી બહાર નીકળીને યુરોપમાં ફેલાવાનો ડર વધી રહ્યો છે.
અમેરીકી વિમાનો બ્રિટનના રોયલ એરફોર્સનાં વિમાની મથકેથી ઉડયા હતા અને બાલ્ટીક સમુદ્રી ઉપર ઉડાન કર્યા બાદ તે ઉતર પૂર્વ ભણી આગળ વધ્યા હતા અને છેક રશીયાનાં કિલીનીગ્રાહ્ય સુધી પહોંચી ગયા હતા.
બી-પર બોમ્બ વિમાન ઉડાનને એક આકરા સંદેશા તરીકે ગણવામાં આવે છે. જેમાં અમેરીકા સહીતનાં નાટો દેશોને દેખાડવા માંગે છે કે તે રશીયા સામે યુદ્ધ લડવા તૈયાર છે અને કોઈપણ ઉશ્કેરણીનો આક્રમક રીતે જવાબ અપાશે.
આ બી-પર બોમ્બર વિમાન અનેક પ્રકારના ઘાતક વિમાનો લઈ જવાની ક્ષમતા ધરાવે છે રશીયાનું કિલીનીનગ્રાહ એ રશીયાનુ એક સૌથી મોટુ લશ્કરી મથક ગણવામાં આવે છે અને તેની સિમા પોલેન્ડ અને સિધુસાનીયાને અડે છે અને એક તરફ બાલીક સમુદ્ર છે અને તેની નજીક ઉડાન ભરવાનો મતલબ એ છે કે નાટો કોઈપણ સમયે રશીયાનો મુકાબલો કરવા તૈયાર છે.
હાલમાં જ નાટોએ યુરોપમાં તમામ વ્યાપારી એકમોને યુદ્ધની માનસીકતામાં આવી જવા, રશીયા ચીનની આક્રમક નીતીથી જે કમજોરી યુરોપમાં દેખાય છે તે દુર કરવા અને ઉત્પાદન-સપ્લાયચેનને મજબુત બનાવવા જણાય છે.