ઓસ્કર વિનર મ્યૂઝિક કમ્પોઝર એઆર રહેમાનના લગ્નના ૨૯ વર્ષ બાદ પત્નીથી ડિવોર્સ થઈ ગયા છે
Mumbai, તા.૨૧
ઓસ્કર વિનર મ્યૂઝિક કમ્પોઝર એઆર રહેમાનના લગ્નના ૨૯ વર્ષ બાદ પત્નીથી ડિવોર્સ થઈ ગયા છે. એઆર રહેમાનના ડિવોર્સની જાહેરાત બાદ જ તેના ગ્રૂપની ગિટારિસ્ટ મોહિની ડે એ પણ પતિ હાર્ટસચ સાથે તલાક જાહેર કરી દીધા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લોકોને તેને જજ કરવાની અપીલ કરી છે.મોહિની ડે અને હાર્ટસચે ઈન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. આ સાથે તેમણે કહ્યું, ‘ભારે મનથી માર્ક અને હું એનાઉન્સ કરીએ છીએ કે અમે અલગ થઈ ગયા છીએ. સૌથી પહેલા પોતાના મિત્રો અને ફેમિલી માટે કમિટમેન્ટ તરીકે આ અમારી વચ્ચે એક આંતરિક સમજ છે. જોકે અમે ખૂબ સારા મિત્રો છીએ, અમે બંનેએ નિર્ણય કર્યો છે કે અમે લાઈફમાં અલગ-અલગ બાબતો ઈચ્છીએ છીએ અને આંતરિક સંમતિથી અલગ થઈને આગળ વધવાની સૌથી સારી રીત હતી.’ ગિટારિસ્ટે આગળ લખ્યું, ‘અમે હજુ પણ ઘણા પ્રોજેક્ટ્સ પર એક સાથે કામ કરીશું, જેમાં સ્ટ્ઠર્સ્ય્ૈ અને મોહિની ડે ગ્રૂપ સામેલ છે. અમને સાથે મળીને સારું કામ કરવા પર હંમેશા ગર્વ રહ્યો છે અને આ જલ્દી રોકાવાનું નથી. જે મોટી બાબતની અમે કામના કરીએ છીએ તે વિશ્વમાં દરેક માટે પ્રેમ છે. તમે અમને દરેક પ્રકારે જે સપોર્ટ કર્યો છે, અમે તેના વખાણ કરીએ છીએ.’મોહિની ડે એ આગળ અપીલ કરી- ‘પ્લીઝ અત્યારે અમારી માટે પોઝીટિવ રહીને અને અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરતાં અમારા લીધેલા નિર્ણયની ઈજ્જત કરજો. અમને સારું લાગશે જો તમે અમને જજ નહીં કરો.’મોહિની ડે કોલકાતાની એક બેઝ પ્લેયર છે. તે ગાન બાંગ્લાના વિંડ ઓફ ચેન્જનો ભાગ છે. તેણે રહેમાનની સાથે વિશ્વભરમાં ૪૦થી વધુ શો કર્યા છે અને ઓગસ્ટ ૨૦૨૩માં પોતાનો પહેલો આલ્બમ પણ રિલીઝ કર્યો હતો.