New Delhi, તા.27
ગઇકાલે દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે રાજઘાટ ખાતે કરવામાં આવશે. આજે સૈન્યના જવાનોએ ડો. સિંહના પાર્થિવદેહને ત્રિરંગામાં લપેટ્યો હતો.
આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે. આ દરમ્યાન હાલ અમેરિકામાં રહેતા ડો. સિંહના પુત્રી ભારત આવવા રવાના થઇ ગયા છે. અને સાંજે દિલ્હી પહોંચી જશે.