Gandhinagar,તા.18
રાજ્યને નવા આઠ ડીવાયએસપી મળ્યા છે. જીપીએસસીએ આપેલી નિમણુંકમાં રાજકોટના નીલકંઠ બવાડીયાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત છે કે, તેમણે સમગ્ર રાજ્યના મેરીટમાં નવમું સ્થાન મેળવી ઝળહળતું પ્રદર્શન કર્યું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૦૮/૧૧/૨૦૨૩ના રોજ જાહેર કરેલ આખરી પરિણામ મુજબ સફળ જાહેર થયેલ ઉમેદવારો પૈકી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગની જગ્યા પર નિમણૂંક માટે પસંદગી પામ્યા છે.
આ આઠ નવા અધિકારીઓમાં રાજકોટના નીલકંઠ બવાડીયા, સાણંદના પુરુષાર્થ મનોજકુમાર પટેલ, વિસાવદરના દિવ્યરાજસિંહ નિતેન્દ્રસિંહ જાડેજા, અરવલ્લીના રવિન્દ્રકુમાર અલ્પેશગીરી ગોસ્વામી, બનાસકાંઠાના પ્રતિકકુમાર રાજસંગભાઈ ચૌધરી, સુરતના શ્રુષ્ટિબેન ભીખુભાઇ માંડાણી, અમદાવાદના હિમાનીબેન નરેન્દ્રભાઈ ચૌહાણ અને ખેડાના અંકિત હર્ષદભાઈ પટેલનો સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં આ અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓમાં પોસ્ટિંગ આપવામાં આવનાર છે.