Ahmedabad,તા.25
જાહ્ન સ્ટુડિયો ના બેનર હેઠળ બનેલ ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” 22મી નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મના રિલીઝ થયા ના સાથે જ ટ્રેનિ્ંડગ મા આવી ગઈ છે. ના કહેવાયેલા પ્રેમ અને રોકી રાખેલી લાગણી ઓની આંટી ઘૂંટી મા અટવાયેલા રાઘવ અને ઇતિશ્રી ની આ વાર્તા અંત સુધી જકડી રાખે છે.
પ્રેમ, ત્યાગ, એકલતા અને પરમ્પરા ને એક બીજો જ અભિગમ અપનાવાતા એક નવા જ સમાજ નું નિર્માણ જોવા મળે છે. જીવન ના ઠેહરાવ વચ્ચે ની આ મજલ એક નવી દુનિયા માં દર્શકો ને લઇ જાય છે.
ફિલ્મ ના પાત્રો, મ્યુઝિક, અને વરસતા વરસાદ વચ્ચે ની આ વાત યુવાન અને પ્રૌઢ દરેક ને પસંદ આવી રહી છે. ગુજરાતી સંસ્કૃતિની વાઇબ્રન્ટ પૃષ્ઠભૂમિ પર આધારિત, “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” એ રોમેન્ટિક ડ્રામા છે.આ ફિલ્મ ગુજરાત સાથે મુંબઈ, હૈદરાબાદ, કોલકોત્તા, બેંગ્લોર, ચેન્નાઈ અને પુણે માં પણ રિલીઝ થઇ છે.
દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના ડિરેક્ટર પ્રીત છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર મનોજ આહીર છે. સ્ટોરીટેલ ફિલ્મસના સહયોગથી આ ફિલ્મનું નિર્માણ કરેલ છે.
મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની ઉપરાંત આ ફિલ્મમાં હિતેન કુમાર, દેવર્ષી શાહ, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્મમાં પાથર્યા છે. ફિલ્મની વાર્તા જ્હાન્વી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું અત્યંત સુંદર મ્યુઝિક આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. બોલિવૂડ ફિલ્મો માં બીજીએમ મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મને વધુ મ્યુઝિકલ બનાવાઈ છે.
જાહ્ન સ્ટૂડિયોનું ધ્યેય છે કે ગુજરાતી કલ્ચર અને ગુજરાતની વાર્તાઓ ને નવા અભિગમમાં રજૂ કરીએ જેથી આવનારી પેઢીઓ સુધી આપણી ભાષા અને ટ્રેડિશન જળવાઈ રહે.ફિલ્મ ની સિનેમેટ્રોગ્રાફી, કોસ્ચ્યુમ્સ, એસ્થેટિક્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ચોઈસ ઓફ લોકેશન્સ દરેક ફ્રેમને ગ્રાન્ડ બનાવે છે.