New York,તા.13
સાયન્સ-ફ્કિશન મૂવીઝમાં જોવા મળતાં દ્રશ્યો હવે હકીકતમાં જોવા મળે તો નવાઇ પામવા જેવું નથી. અમેરિકાની રિયલબોટિક્સ નામની એક ટેક્નોલોજી કંપનીએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ચાલતી અરિયા નામનો રોબો બનાવ્યો છે, જે છોકરી જેવા જ હાવભાવ આપે છે અને તમારા સાથી જેવું કામ કરે છે.
તાજેતરમાં લાસ વેગસમાં ચાલી રહેલા કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં અરિયા રોબો લોન્ચ કરવામાં આવી છે અને એની કિંમત 1,75,000 અમેરિકન ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયા છે.
કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઇઓ) એન્ડ્રુ કિગલનું કહેવું છે કે, અરિયાની કંપની તમને છોકરી કરતાં જરાય જુદી નહીં લાગે. દેખાવની બાબતમાં આ રોબો અદલ સાચી છોકરી જેવો જ છે. ચાલવાની અને ચહેરા પરના હાવભાવની બાબતમાં પણ તે છોકરી જેવી છે.