Jamnagar તા.26
જામનગરમાં આવેલી એક જમીન અંગે હાઈકોર્ટ સુધી પહોંચેલા મામલામાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, રેવન્યુ રેકર્ડ પર એક વારસ ના નામ માત્ર ના હોવા થી અન્ય વારસો નો હક્ક પુરો થઈ જતો નથી.
જામનગર શહેરમાં આવેલા રે.સ.નં.૭૯૦ માં કાસમ મુસા ઘાંચી ની ખેતીની જમીન આવેલી હતી. તેઓનું અવસાન થતાં તેમના સંતાન સલેમાન, ઈશા, મરીયમ, ખતીજા અને રાભીયા કાસમનો હક્ક પ્રસ્થાપિત થયો હતો. તે જમીનની વ્યવસ્થા સલેમાન કાસમ ટ્રસ્ટી તરીકે કરતા હતા. તેથી વ્યવસ્થા ખાતર તેમનું નામ રેવન્યુ રેકર્ડમાં હતું.
ત્યારપછી સલેમાનના સંતાન કાદર, ગની, ફાતેમાબેન, હફીશાબેનના નામ પ્રસ્થાપિત થતાં કાસમ મુસા ની પુત્રી મરીયમબેન , ખતીજાબેન તથા રાભીયાબેન કાસમભાઈ ના વારસો એ હિસ્સો કરી આપવા તથા કાયમી મનાઈહુકમ મેળવવા જામનગરની દીવાની કોર્ટમાં બે વર્ષ પહેલાં દાવો કર્યાે હતો. તેની નોટીસ સલેમાન કાસમના વારસોને મળતા તેઓએ વર્ષ ૧૯૫૧થી સલેમાન કાસમનું નામ રેવન્યુ રેકર્ડમાં ચાલતું હોવાથી કાસમ મુસાની પુત્રીનો દાવો રદ્દ કરવા માગણી કરી હતી. અદાલતે રેવન્યુ રેકર્ડ પરના વ્યક્તિઓની દાવો રદ્દ કરવાની અરજી રદ્દ કરી હતી.
તે હુકમ સામે રેવન્યુ રેકર્ડના વ્યક્તિ અબ્દુલકાદર સુલેમાન, ગની સલેમાન, ફાતેમાબેન, હફીઝાબેન સલેમાને હાઈકોર્ટ માં રીવીઝન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે રેવન્યુ રેકર્ડ પરના વ્યક્તિઓની અરજી રેકર્ડ તથા ગુજરનાર કાસમ મુસાની પુત્રીઓના વારસો દ્વારા રજૂ થયેલી હકીકતો તેમજ વારસાઈ હક્કની રીજેક્ટ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ ૨૦૫૧ થી રેવન્યુ રેકર્ડ પોતાના નામે હોવા માત્રથી અન્યના હક્ક પુરાવા લીધા સિવાય નક્કી થઈ શકે નહીં અને રેવન્યુ રેકર્ડના આધારે માલિકી હક્ક પ્રસ્થાપિત ન થઈ શકે. મરીયમ કાસમ, ખતીજા કાસમ, રાભીયા કાસમ વતી વકીલ તૃષા પટેલ, દિગ્વિજયસિંહ ચૌહાણ, શિવાંગી વ્યાસ, ગિરીશ ગોજીયા રોકાયા હતા.