RAJKOT,તા.22
સોના ચાંદીના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. સૌ પ્રથમવાર સોનુ 80,000ને પાર અને ચાંદી એક લાખને પાર પહોંચ્યું છે. આજે ફરી સોનામાં રૂા.200 અને ચાંદીમાં રૂા.500નો વધારો થયો છે. તેની સાથે સોનાનો ભાવ રૂા.80,000 અને ચાંદીનો ભાવ રૂા.1,00,800એ પહોંચ્યો છે.
એક સપ્તાહથી સતત ભાવમાં તેજી જોવા મળી રહી છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જેમાં સમગ્ર વર્ષની સરખામણીએ આ દિવસોમાં સૌથી વધુ સોનુ ખરીદાય છે. પરંતુ આ વર્ષે વધતા ભાવને પગલે વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોનામાં રૂા.3000 અને ચાંદીમાં રૂા.7000નો વધારો થયો છે.