Brisbane,તા.18
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ટેસ્ટનો છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગમાં 445 રન બનાવ્યા હતા. જેની સામે પહેલા દાવમાં ટીમ ઈન્ડિયા 260 રને ઓલઆઉટ થઈ ગઇ હતી. ત્યારબાદ ભારતીય બેટર્સની લડાયક બેટિંગ બાદ ફોલોઓન ટળ્યું અને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરી. ઓસ્ટ્રેલિયાએ તીના બીજા દાવમાં 89 રન કરીને ઈનિંગ ડિકલેર કરતાં ભારતને 275 રનનું લક્ષ્ય મળ્યું. જેના બાદ ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે મેચ રદ કરી દેવાની ફરજ પડી. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં માત્ર 8 રન કરી શકી હતી અને મેચ અટકી ગઈ. આ સાથે પહેલી ઈનિંગમાં 152 રનની દમદાર ઈનિંગ રમનાર ટ્રેવિસ હેડને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
વરસાદ બન્યો વિલન
ટીમ ઈન્ડિયાએ હવે જીતવા માટે પહેલા દાવની ઓસ્ટ્રેલિયાની લીડ અને બીજી ઈનિંગના કુલ ટોટલ 275 રનના ટારગેટને 54 ઓવરમાં પ્રાપ્ત કરવો પડશે. હાલમાં ટીમ ઈન્ડિયા વતી યશસ્વી જયસ્વાલ અને કે.એલ.રાહુલે બીજી ઈનિંગની શરૂઆત કરતાં વિના વિકેટે 8 રન બનાવી લીધા છે. ટી બ્રેકના કારણે મેચ ફરી અટકી ગઇ હતી. જેના બાદ ખરાબ ડે લાઈટ અને ભારે વરસાદને પગલે આખરે અમ્પાયરોએ મેચ આગળ ન રમાઈ શકે તેવો નિર્ણય લેતા મેચને ડ્રો જાહેર કરી હતી. આ સાથે હવે ટીમ ઈન્ડિયા માટે ડબ્લ્યૂટીસી રેન્કિંગમાં ત્રીજા ક્રમે સરકી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની હાઈલાઈટ
ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89 રન પર ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાંચમા દિવસે જસપ્રીત બુમરાહે ખૂબ જ ઝડપથી ઉસ્માન ખ્વાજાને 8 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આના થોડા સમય પછી, બુમરાહનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો અને તેણે માર્નસ લાબુશેન (1)ને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.
ત્યારપછી આકાશ દીપે તેની પહેલી જ ઓવરમાં નાથન મેકસ્વીની (4)ને પંતના હાથે કેચ કરાવ્યો. થોડા સમય બાદ આકાશે મિચેલ માર્શ (2)ને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28/4 થઈ ગયો હતો. ત્યારપછી સ્ટીવ સ્મિથે મોહમ્મદ સિરાજના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો, પરંતુ તે પછીના જ બોલ પર ફ્લિક કરવાનો પ્રયાસ કરતા પંતના હાથે કેચ આઉટ થયો.
આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33/5 થઈ ગયો. ટ્રેવિસ હેડ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ પોતાની ઈનિંગ્સને લાંબી લંબાવી શક્યો ન હતો અને 17 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. હેડ પછી આવેલા કેપ્ટન પેટ કમિન્સે 10 બોલમાં 22 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 જ્યારે મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી હતી.