Surat,તા.05
હજીરાપટ્ટી ના સુંવાલી ખાતે આ વર્ષે પણ શિયાળામાં 15 થી 30 ડિસેમ્બરની વચ્ચે બીચ ફેસ્ટિવલનું આયોજન થનાર છે. આ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે.
શહેરીજનોના ફરવા માટે ના અવનવા ડેસ્ટિનેશન વચ્ચે સુરતના છેવાડે આવેલ સુંવાલી બીચ પર ફરવા જનારાઓની સંખ્યા વધી રહી છે.તેને ધ્યાન માં રાખીને ગત વર્ષે સુંવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન થયું હતું.બે દિવસના ફેસ્ટિવલમાં લોકોનો ભારે ઘસારો જોતા આ વર્ષે પણ બીચ ફેસ્ટિવલ નું આયોજન થનાર છે. આ અંગે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી ને રજૂઆત કરતા પ્રવાસન મંત્રી દ્વારા આ વર્ષે બીચ ફેસ્ટિવલ માટે રૂ.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આથી આ વખતે આગોતરું આયોજન થશે. ગત વર્ષે ઉનાળુમાં આયોજન કરાયું હતું. પરંતુ આ વર્ષે 15 થી 30 ડિસેમ્બરની વચ્ચે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવનાર છે.આ આયોજનથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.અને લોકો માટે ફરવાનું ડેસ્ટિનેશન મળશે. ગત વર્ષે 80 હજાર થી વધુ લોકોએ મુલાકાત લીધી હોવાથી આ વર્ષે વધુ ઘસારો થાય તો પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવશે.બે દિવસના ફેસ્ટિવલ રહેશે.