Morbi,તા.19
શહેરના આરોગ્યનગરમાં અગાઉ દીકરા સાથે થયેલા ઝઘડા બાબતે મહિલાઓ બાખડી હતી જેમાં બે મહિલાઓએ લાકડાના ધોકા વડે બે મહિલાને ઈજા પહોંચાડતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા (ઉ.વ.૩૮) નામની મહિલાએ આરોપી જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને જોશનાબેનની મોટી દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને આરોપી જોશનાબેનના દીકરા લાલ સાથે અગાઉ ઝઘડો થયો હતો જેનો ખાર રાખી બંને આરોપીએ રાજેશ્વરીબેન સાથે ઝઘડો કરી મોઢા પર મરચું છાંટી લાકડાના ધોકા વડે રાજેશ્વરીબેન અને રસીલાબેનના માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે