Morbi,તા,30
જેતપરડા ગામની સીમમાં બાવળ કાપવાની ના પાડતા ચાર ઇસમોએ કુહાડી વડે તેમજ ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના રહેવાસી મોતીભાઈ સતાભાઈ સરૈયા (ઉ.વ.૪૬) વાળાએ આરોપીઓ શેરશીયા ઈરફાન જલાલ, શેરશીયા જલાલ અમીભાઇ, શેરશીયા હાજી અમીભાઇ અને શેરશીયા હુશેન અમીભાઇ રહે બધા જેતપરડા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેતપરડા સીમમાં વાડાના શેઢામાં બાવળ કાપવાની ફરિયાદી મોતીભાઈએ ના પાડી હતી જેથી ચારેય ઈસમો કુહાડી સાથે આવી કુહાડીનો ઊંઘો ઘા મારી ઈજા કરી તેમજ ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે