Morbi,તા.02
શહેરના ગાયત્રી મંદિર સામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર ઇસમોએ મહિલાઓ અને દંપતી સહીત ચારને માર મારી લોખંડ પાઈપ અને છરી વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે રહેતા પીન્ટુભાઈ જીણાભાઇ મળદરીયાએ આરોપીઓ શૈલેષ ગંગારામ ચારોલીયા, ગંગારામ નાજાભાઈ ચારોલીયા, સંજય ગંગારામ ચારોલીયા અને હકુ ગંગારામ ચારોલીયા રહે બધા વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે જુના ઝઘડા થયા હતા જેનું મનદુઃખ રાખી ચારેય ઇસમોએ ગત તા. ૨૬-૧૨ ના રોજ ફરિયાદીનો દીકરો વિક્રમ ઉર્ફે રાજવીર મંદિરમાં અગરબતી કરવા જતો હતો તાય્રે આરોપી શૈલેષ સામે જોતા સમું કેમ જોવે છે કીને આરોપીએ લાફો માર્યો હતો જેથી સમજાવવા જતા આરોપી છરી લઈને તેમજ લોખંડ પાઈપ અને લાકડાના ધોકા સાથે આવી મારામારી કરી હતી
જેમાં છરી અને ધોકા વડે ફરિયાદી પીન્ટુભાઈને ઈજા કરી તેમજ રેખાબેનને પાઈપનો ઘા ઝીકી તથા જીલુબેનને પાઈપ વડે ઈજા કરી હતી અને ફરિયાદીના પતિ હીરૂબેનને ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી વાંકાનેર સીટી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે