Morbi તા.૨૪
વાંકાનેરના માટેલ અરણીટીંબા ગામ નજીક વૃદ્ધ દૂધ આપી પરત આવતા હતા ત્યારે વાહન રોકાવી કારમાં આવેલ ઇસમોએ જમીન લે વેચના રૂપિયા આપવા બાબતે માથાકૂટ કરી લાકડાના ધોકા અને હોકી તેમજ પાઈપ વડે વૃદ્ધને માર મારી ઈજા કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુશેન જલાલભાઈ ખોરજીયા (ઉ.વ.૭૩) નામના વૃદ્ધે આરોપી નજરૂદીન ગનીભાઈ બાદી રહે મહિકા તા. વાંકાનેર અને એક અજાણ્યો ઇસમ એમ બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હુશેનભાઈ પોતાનું વાહન લઈને અરણીટીંબા નજીક ડેરીએ દૂધ આપી પરત પોતાના ઘરે વાલાસણ આવતા હતા ત્યારે માટેલ અરણીટીંબા બોર્ડથી આગળ આરોપીઓ કારમાં આવી વૃદ્ધનું વાહન રોકાવી કારમાંથી નીચે ઉતાર્યા હતા આરોપી નજરૂદીને જમીન લે વેચના રૂપિયા આપવાના છે કે નહિ કહેતા ફરિયાદીએ ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને બંને ઇસમોએ લાકડાના ધોકા, હોકી અને પાઈપ લઈને મારામારી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમંકી આપી પોતાની કારમાં નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે