Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં જુગાર અંગે દરોડો પાડી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા

    July 31, 2025

    Rajkot: રીક્ષાચાલક પર ત્રિપુટીનો છરી વડે હુમલો

    July 31, 2025

    Rajkot: સપ્તાહથી ભેદી રીતે લાપતા ખોજા પરિવારના ફઈ-ભત્રીજી અંતે ઇન્દોરથી હેમખેમ મળ્યા

    July 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં જુગાર અંગે દરોડો પાડી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા
    • Rajkot: રીક્ષાચાલક પર ત્રિપુટીનો છરી વડે હુમલો
    • Rajkot: સપ્તાહથી ભેદી રીતે લાપતા ખોજા પરિવારના ફઈ-ભત્રીજી અંતે ઇન્દોરથી હેમખેમ મળ્યા
    • Rajkot: નશાખોર બેલડીએ કાબુ ગુમાવતા મર્સીડીઝ કારની વીજપોલ સાથે ટક્કર
    • Rajkot: જુગારના ત્રણ દરોડા,સાત મહિલા સહીત 27 શખ્સો પતા ટીંચતા ઝડપાયા
    • Rajkot: સ્પા થેરાપિસ્ટ મહિલા પર સંચાલકનો દુષ્કર્મ
    • Rajkot: શાપરમાં યુવાન પર ત્રણ શખ્સનો છરી વડે હુમલો
    • Jetpur ચોરાઉ બાઈક સાથે સગીર ઝડપાયો : ચાર ગુનાના ભેદ ઉકેલાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»વાતાવરણમાં રહેલા ઝેરીતત્વોની રોજિંદીઅસરથી breast cancer નું જોખમ વધે છે
    લેખ

    વાતાવરણમાં રહેલા ઝેરીતત્વોની રોજિંદીઅસરથી breast cancer નું જોખમ વધે છે

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્વસ્થ્ય જીવન એ મનુષ્યની સૌથી મોટી ઇચ્છાઓમાંની એક ઇચ્છા છે અને આપણે સ્વસ્થ્ય જીવન જીવવા માટે શક્ય એટલું બધું જ કરવા ઇચ્છીએ છીએ. જો કે, આરોગ્ય વિરોધી વસ્તુઓના વધતા જતા આ યુગમાં આપણે અગણીત લોકો અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનો પણ વાસ્તવિક સામનો કરી રહ્યા છીએ. આ જીવલેણ રોગ વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે, જેમાં સ્ત્રીઓ પણ મહદઅંશે અસરગ્રસ્ત છે. સ્ત્રીઓમાં અંડાશય, સ્તન, સર્વાઇકલ, ફેફસા અને એન્ડોમેટ્રાયલ કેન્સર સહિતના અનેક પ્રકારના કેન્સર અને તેનાથી આ સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર થઈ શકે છે. આના લીધે જીવનધોરણ પર નકારાત્મક અસર થાય છે. સ્તન કેન્સર એ સ્ત્રીઓને અસર કરતું સૌથી પ્રચલિત અને જીવલેણ કેન્સર છે.

    સ્તન કેન્સર શું છે?

    સ્તન કેન્સર એ વિશ્વભરની મહિલાઓને અસર કરતા સૌથી મોટા દૂષણોમાંનું એક છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓમાં સૌથી નોંધનિય છે. જ્યારે સ્તનના કોષ અનિશ્ચિત રીતે વિકસીત થાય છે અને તેના લીધે ટ્યુમર કે ગાંઠ બની જાય છે ત્યારે તે થવાની શક્યતા વધી જાય છે. આ કેન્સર પુરુષો અને મહિલા બંનેને અસર કરે છે, પરંતુ સામાન્ય રીતે સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે, ઊંમર, આનુવંશિક્તા, જીવનધોરણ અને પર્યાવરણીય એક્સપોઝર આ બધામાં વધુ મોટો ભાગ ભજવે છે.

    કેટલાક રસાયણો એવા છે કે, જેના નિયમિત સંપર્કમાં આવવાથી એટલે કે, સામાન્ય રીતે ઘરગથ્થુ વસ્તુઓ, ખાદ્યપદાર્થો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ઉત્પાદનોમાં જે રસાયણો જોવા મળે છે તેનાથી સ્તન કેન્સર થવાનું જોખમ વધી જાય છે.આ કેમિકલને સમજી અને તેના મર્યાદિત વપરાશથી કોઈના પણ સ્વાસ્થ્યને સારું રાખવાના મહત્વપૂર્ણ પગલા લઈ શકાય છે.

    સ્તન કેન્સર સાથે જોડાયેલું સામાન્ય પર્યાવરણીય ઝેર શું છે?

    • એન્ડોક્રિન- ડીસ્રપ્ટિંગ કેમિકલ્સ (ઇડીસીસ): શરીરની હોર્મોનલ સિસ્ટમ, જે ચયાપચયની ક્રિયા, વૃદ્ધિ અને પ્રજનનને નિયંત્રિત કરે છે, તે ઇડીસીસથી અસ્વસ્થ્ય થાય છે. કેટલાક ઇડીસીસ એસ્ટ્રોજનની નકલ ઉભી કરે છે, આ એક એવું હોર્મોન છે, જે વધુ પ્રમાણમાં હોય તો, ચોક્કસ પ્રકારના સ્તન કેન્સરની રચનાને પ્રોત્સાહિત કરે છે. આ જંતુનાશક, પર્સનલ કેર પ્રોડક્ટ્સ (પેરાબિન્સ, ફ્થેલેટ્સ) અને પ્લાસ્ટિક (બીપીએ) જેવા સામાન્ય ઉત્પાદનોમાં પણ મળી શકે છે.
    • જંતુનાશક: સ્તન કેન્સર અને જંતુનાશકો, ખાસ કરીને ઓર્ગેનોક્લોરિન્સ સંબંધિત હોઈ શકે છે. આ પદાર્થ એડિપોઝ ટીશ્યુમાં બને છે અને હોર્મોન નિયમન પર અસર કરીને કેન્સરનું જોખમ વધારી શકે છે.
    • પોલીક્લોરિનેટેડ બાયફેનીલ્સ (પીસીબીસ): ઘણા દેશોમાં પ્રતિબંધિત હોવા છતા પણ, પીસીબીસ હજુ પણ પર્યાવરણમાં હાજર છે અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઔદ્યોગિક સંયોજનોનો ઉપયોગ વિદ્યુત ઉપકરણો સહિત અન્ય ઘણી વસ્તુઓમાં થાય છે. પીસીબી કેન્સર સાથે અને ખાસ કરીને સ્તન કેન્સરની સાથે જોડાયેલું છે અને શરીરમાં તે બનવા માટે જાણીતું છે. આ રસાયણિક સંયોજનો જૂની ઇમારતો અને અમુક પ્રકારના સીફૂડ્સમાં વારંવાર જોવા મળે છે, તેનાથી પાણીનો પૂરવઠો દૂષિત થઈ શકે છે.
    • કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ: ફ્થેલેટ્સ અને પેરાબિન્સ જેવા કેમિકલ એ અરોમા સ્ટેબિલાઈઝર્સ અને પ્રિઝર્વેટિવ્સ તરીકે કામ કરે છે અને ઘણા બધા સ્વચ્છતા અને કોસ્મેટિક વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. એક અભ્યાસ અનુસાર, આ પદાર્થોના લાંબા સમયના સંપર્કથી એસ્ટ્રોજનના સ્તરમાં ખલેલ પહોંચે છે, જેનાથી સ્તન કેન્સર થવાનું જોખમ વધી જાય છે. ઘણા તબિબિ નિષ્ણાંતો એવી વસ્તુનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, જે ‘ફેથેલ્ટ- ફ્રી અને ‘પેરાબિન-ફ્રી’ તરીકે બજારમાં હોય.

    આ ઝેરી રસાયણોથી સલામત કઈ રીતે રહી શકાય?

    સ્તન કેન્સરનું જોખમ વધારી શકે તેવા પર્યાવરણીય ઝેરના તમારા સંપર્કને ઘટાડવા માટે તમે ઘણા પગલાં લઈ શકો છો. આ જોખમને ઘટાડવા માટે કાર્બનિક ખોરાક અને નેચરલ પર્સનલ કેર પ્રોડક્ટ્સની પસંદગી એ મુખ્ય ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તમારા ઘરમાં યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવાથી સફાઈ એજન્ટો, મકાન સામગ્રી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી અંદરના હવાના પ્રદૂષકોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. વધુમાં, પ્રોસેસ્ડ ફૂડ્સના વપરાશને મર્યાદિત કરવાનું સૂચન કરવામાં આવે છે, કારણ કે તેમાં આ રસાયણો ઉમેરેલા હોઈ શકે છે અથવા તે એ પ્રકારના પેકેટમાં તેને પેક કરવામાં આવ્યા હોય જેમાં આ હાનીકારક રસાયણો સામે હોય.

    સાર

    પર્યાવરણના તમામ ઝેરી તત્વોના સંપર્કને દૂર કરવું લગભગ અશક્ય છે. તેથી જ સંભવિત જોખમોનું ધ્યાન રાખવું અને માહિતગાર પસંદગીઓ કરવાથી સ્તન કેન્સર થવાની શક્યતા ઘટાડવામાં મદદ મળી શકે છે. હાનિકારક ઝેર વિશે જાગૃક્તા અને પહેલ સંબંધિત પગલાં લેવાથી લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને આરોગ્ય જાળવણીમાં મદદ મળી શકે છે.

    લેખક: ડો. વિવિધા દુબે, કન્સલટન્ટ રેડિએશન ઓન્કોલોજિસ્ટ, એચસીજી હોસ્પિટલ, ભાવનગર

    Dr. Vidhya Dubey
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ઊંઘમાં ખલેલ પહોંચવાથી 172 બીમારીઓનો ખતરો વધી જાય છે

    July 31, 2025
    લેખ

    સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી

    July 30, 2025
    લેખ

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    July 30, 2025
    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર પર ચર્ચા

    July 30, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 10

    July 29, 2025
    હેલ્થ

    વિશ્વ-Hepatitis-Day

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં જુગાર અંગે દરોડો પાડી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા

    July 31, 2025

    Rajkot: રીક્ષાચાલક પર ત્રિપુટીનો છરી વડે હુમલો

    July 31, 2025

    Rajkot: સપ્તાહથી ભેદી રીતે લાપતા ખોજા પરિવારના ફઈ-ભત્રીજી અંતે ઇન્દોરથી હેમખેમ મળ્યા

    July 31, 2025

    Rajkot: નશાખોર બેલડીએ કાબુ ગુમાવતા મર્સીડીઝ કારની વીજપોલ સાથે ટક્કર

    July 31, 2025

    Rajkot: જુગારના ત્રણ દરોડા,સાત મહિલા સહીત 27 શખ્સો પતા ટીંચતા ઝડપાયા

    July 31, 2025

    Rajkot: સ્પા થેરાપિસ્ટ મહિલા પર સંચાલકનો દુષ્કર્મ

    July 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં જુગાર અંગે દરોડો પાડી ૧૩ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા

    July 31, 2025

    Rajkot: રીક્ષાચાલક પર ત્રિપુટીનો છરી વડે હુમલો

    July 31, 2025

    Rajkot: સપ્તાહથી ભેદી રીતે લાપતા ખોજા પરિવારના ફઈ-ભત્રીજી અંતે ઇન્દોરથી હેમખેમ મળ્યા

    July 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.